By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
    37 minutes ago
    મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
    1 hour ago
    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક સમજૂતી થતા, કૃષિ તથા અન્ય ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાયદો
    23 hours ago
    મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાતા વીડિયો શેર કરી કહ્યું,-“હું નિરાશાહીન અનુભવું છું’
    24 hours ago
    રશિયાની રાજધાનીમાં કારમાં પ્રચંડ બ્લાષ્ટ થતા પુતિનના લેફટનન્ટ જનરલનું થયું મોત
    24 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થતા કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન?
    17 minutes ago
    હવે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે નહીં, વર્ગખંડમાં હાજરીના આધારે મળશે ગ્રાન્ટ
    20 hours ago
    ડૉ. રઘુનાથ માશેલકર વિજ્ઞાન અને ઉદ્યોગ વચ્ચેનો સેતુ, ભારતને તેમની સૌથી વધુ જરૂર: મુકેશ અંબાણી
    20 hours ago
    મુંબઈ જતાં 335 મુસાફરના જીવ તાળવે ચોંટ્યા
    21 hours ago
    મસ્કની નેટવર્થ ભારતના ટોપ-40 ધનવાનોની કુલ સંપતિ કરતા વધુ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
    54 minutes ago
    લિયોનેલ મેસીને તેના GOAT ટુર ઓફ ઈન્ડિયા માટે કેટલી ફી ચૂકવાઈ હતી, જાણો સંપૂર્ણ માહિતી
    1 day ago
    રહિત શર્માનું સંન્યાસ અંગે દર્દ છલકાયું કહ્યું,-“હું સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો…”
    1 day ago
    T20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાતમાં સુર્યકુમાર કેપ્ટન, અક્ષર પટેલ વાઇસ કેપ્ટન
    3 days ago
    સુર્યકુમાર યાદવનું મોટું નિવેદન: ‘ખોવાઈ ગયો છે પણ કમબેક મજબૂત હશે..’
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    5 days ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 week ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 weeks ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 weeks ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘મિનિ આફ્રિકા’ એટલે જાંબુર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ‘મિનિ આફ્રિકા’ એટલે જાંબુર
Author

‘મિનિ આફ્રિકા’ એટલે જાંબુર

Khaskhabar Editor
Last updated: 2024/11/23 at 4:44 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

કૌશિક ગોંડલીયા

જૂનાગઢથી લગભગ 100 કિલોમીટર દૂર જાંબુર..ગુજરાતમાં ઈંડિયાનું આફ્રિકા !

- Advertisement -

છેલ્લા કેટલાયે દિવસોથી આ જાહેરાત ટીવી પર વારંવાર દેખાડવામાં આવી રહી છે. મોટરસાઈકલની આ જાહેરાતમાં સાઉથ આફ્રિકન દેખાતા કેટલાક લોકો ગુજરાતમાં સ્થિત પોતાના ગામમાં અતિથિ બનીને આવેલા લોકો સાથે ગુજરાતીમાં વાતો કરે છે. જેમને જોઈને દરેકને આશ્વર્ય થાય છે કે, વિદેશ મૂળના હોવા છતાં પણ આ લોકો આટલું સ્વચ્છ અને સુઘડ ગુજરાતી કેવી રીતે બોલી શકે છે !
હકીકતમાં આ લોકો ગુજરાતી જ છે. જે સૌરાષ્ટ્રના જાંબુર ગામમાં રહે છે. આ ગામને ભારતનું નાનકડું આફ્રિકા કહેવામાં આવે છે કારણ કે, અહીં વસનારા દરેક વ્યક્તિની કદ-કાઠી સાઉથ આફ્રિકન વ્યક્તિ સાથે મહદ અંશે મળતી આવે છે.

આમ જોઈએ તો તેઓ માત્ર દેખાવમાં જ સાઉથ આફ્રિકન છે, બાકી તો તેઓ પૂરી રીતે ગુજરાતના ખાનપાન, પોશાક અને રહેણીકહેણીના રંગમાં રંગાઈ ચૂક્યાં છે. ગુજરાતમાં તેઓને સિદ્દી બાદશાહ અથવા તો હબસીઓના નામે ઓળખવામાં આવે છે. જેઓએ મુખ્યત: મુસ્લિમ ધર્મનો અંગિકાર કર્યો છે. અફ્રો ઈંડિયન ગણાતા આ લોકો છેલ્લા બસ્સો વર્ષમાં પૂરા ભારતમાં ફેલાઈ ગયા છે. ભારતમાં આજે તેમની સંખ્યા 2,5000 હજારથી પણ વધારે છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, દીવ, દમણ, ગોવા, કેરલા, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના આદિવાસી વસાહતવાળા વિસ્તારોમાં આવા લોકો તમને સરળતાથી મળી જશે.ગુજરાતની જ વાત કરીએ તો અમદાવાદ, અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ અને કચ્છ જિલ્લામાં પણ વિભાજીત રીતે આ પ્રજાતિ વસવાટ કરે છે.
સ્વિડનની ઉપસલા યુનિવર્સિટીના પ્રોફેસર અબ્દુલાજિજ લોધીએ ’આફ્રિકન સેટલમેન્ટ ઑફ ઈન્ડિયા’ નામના પોતાના શોધ વિષયમાં આ પ્રજાતિઓ વિષે વિસ્તૃતમાં માહિતી આપી છે.
તેમના અનુસાર આ પ્રજાતિ ભારતના મુસ્લિમ શાસક સૈયદ્દ માટે કામ કરતી હતી જે ઈથોપિયાથી હિન્દુસ્તાનમાં આવી હતી. આ તમામ લોકો સુન્ની મુસ્લિમ છે. તેમાંથી અમુક લોકોએ હિન્દુ અને ઈસાઈ ધર્મનો અંગિકાર પણ કર્યો છે જે ક્રમશ: કર્ણાટક અને ગોવામાં વસવાટ કરે છે.

ગુજરાતમાં તેમના આગમન વિષે એવું કહેવામાં આવે છે કે, આજથી બસ્સો વર્ષ પહેલા જૂનાગઢના નવાબે આ લોકોને પોતાના વતનમાં લઈને આવ્યાં હતાં. એ સમયે જૂનાગઢના ગીરના જંગલોમાં સિંહ નો ખુબ જ આંતક હતો.અવારનવાર તે ગામમાં ઘુસીને ગ્રામજનોને ફાડી ખાતા હતાં ત્યારે કોઈએ નવાબને કહ્યું કે, સાઉથ આફ્રિકી લોકો સિંહને અંકુશમાં રાખવાનું સારી પેઠે જાણે છે. નવાબે એ વ્યક્તિની વાત માની લીધી અને આશરે દસ-બાર લોકોને સાઉથ આફ્રિકાથી અહીં લાવવામાં આવ્યાં જેઓની સંખ્યા આજે બે લાખના આંકડાને વટાવી ચૂકી છે.
જાંબુરમાં વસનારા સિદ્દી બાદશાહ મૂળ નાઈજીરિયાના કાનો પ્રાંતમાં વાયા સુદાન અને મક્કાની હજ યાત્રા દરમિયાન અહીં આવીને સ્થાયી ગયાં. તેમના નેતાનું નામ બાબા ગૌર હતું જે ખુબ જ ધનિક વ્યક્તિ હતો.

- Advertisement -

બીજી તરફ એવી પણ લોકવાયકા છે કે, આ પ્રજાતિને ભારતમાં એટલા માટે લાવવામાં આવી જેથી તે એક યૌદ્ધા બનીને નવાબો અને સુલ્તાનોની મુસ્લિમ સેનામાં શામેલ થઈ શકે અને હિન્દૂ રાજાઓથી પોતાના રાજ્યની રક્ષા કરી શકે. કેટલાક સિદ્ધીઓને મુસ્લિમ નવાબો અને સુલ્તાનોની અદાલતોમાં વિશેષ નૌકરોના રૂપમાં ભારત લાવવામાં આવ્યાં, જ્યારે કેટલાક લોકોને ભારતીય વ્યાપારીઓ આફ્રિકાથી સ્વદેશ પરત ફરતી વેળાએ સેવક તરીકે પોતાની સાથે લઈ આવ્યાં.

જાંબુરમાં વસનારા સિદ્દી બાદશાહ મૂળ નાઈજીરિયાના કાનો પ્રાંતમાં વાયા સુદાન અને મક્કાની હજ યાત્રા દરમિયાન અહીં આવીને સ્થાયી ગયાં. તેમના નેતાનું નામ બાબા ગૌર હતું જે ખુબ જ ધનિક વ્યક્તિ હતો. તેણે ગુજરાતના ભરૂચ અને ખંભાતમાં અકિક (એક કિમતી પથ્થર) નો વેપાર શરૂ કર્યો. ધીરે-ધીરે આ હબસી લોકો વધવા લાગ્યાં આજે એકલા જાંબૂરમાં આવા આશરે બે થી અઢી હજાર લોકો રહે છે. જે મુખ્યત્વે ખેતાની વ્યવસાય સાથે જોડાયેલા છે. કેટલાક સિદ્દી બાદશાહ નજીકના ગીરના જંગલોમાં સ્થિત અભ્યારણ્યોમાં સિક્યુરિટી ગાર્ડસની નોકરી કરે છે તો કેટલાક ઓટો રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું પેટ ભરે છે.

આ પ્રજાતિને હવે આદિવાસીનો દરજ્જો મળી ચૂક્યો છે. જાંબુરમાં મહિલા અનામતની સીટ હોવાથી સરપંચનો કાર્યભાર આયેશાબેન સંભાળી રહ્યાં છે. ગુજરાત સરકાર તરફથી પણ આ ગામને જ્યોતિગ્રામ, આવાસપુન: નિર્માણ જેવી તમામ સુવિધાઓ લાભ મળી રહ્યો છે. હવે તો આ સિદ્દીઓનો ઝુકાવ કલા પ્રત્યે પણ વધ્યો છે. તેઓ પૈકીના અમુક લોકો આજે સારા ગાયક છે તો અમુક સારા એવા ઢોલી. ગુજરાતમાં આ ઢોલીઓને ’નાગરચી’ અને તેમના સરદારને ’નાગરશા’ (ઢોલનો બાદશાહ) ના નામથી ઓળખવામાં આવે છે. કચ્છમાં આ સિદ્દી ગાયક અને ઢોલીઓને ’લંગા’ (પુરૂષોને લંગો અને મહિલાઓને ’લંગી’) ના નામથી ઓળખવામાં આવે છે. તેમાના દ્વારા ભજવવામાં આવતું ’ધમાલ’ નૃત્ય ન તો માત્ર ગુજરાત, ન તો માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત છે.

You Might Also Like

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

જીવનની પ્રાથમિકતાઓ નક્કી કરીએ!

TAGGED: Jambur, Mini Africa
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશના 11 રાજ્યમાં શિયાળામાં વરસાદનું એલર્ટ
Next Article વિદ્યાર્થીઓના વિઝા વિશે વધુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

Chat GPTએ લોન્ચ કર્યું નવું ફીચર: ચેટબોર્ટનો વાત કરવાનો “મૂડ” યુઝર્સ પોતે નક્કી કરી શકશે, વધુ જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થતા કેટલું વધશે સરકારી કર્મચારીઓનું વેતન?
વિન્સ ઝમ્પેલા કોણ હતા? – કેલિફોર્નિયામાં ફરારી ક્રેશમાં ગેમિંગ લિજેન્ડનું મોત
U19 એશિયા કપ ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી BCCI ટીમ મેનેજમેન્ટ પાસેથી ખુલાસો માંગશે
મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામે ચેતવણી આપે છે કારણ કે વિઝામાં વિલંબ વધી રહ્યો છે
શિક્ષક બનવા માટે 91,627 ઉમેદવારોએ ટેટ-1ની પરીક્ષા આપી, 9,891 ગેરહાજર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અરાવલ્લી વ્યાખ્યા બદલાઈ, અને વિનાશનો રસ્તો ખુલ્યો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ગોઝારી ઘટનાઓ બ્લેક સ્વાન ઇવેન્ટસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનીષ આચાર્ય

માનવ મસ્તિષ્ક કવોન્ટમ એનર્જી સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?