અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: મુદ્દામાલ જપ્ત
ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 3.45 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો: ઞજઅ, કેનેડા, થાઈલેન્ડમાંથી ઓર્ડર થયાની શંકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તહેવારો પહેલાં ફરી એક વખત અમદાવાદમાં વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધું છે. આ વખતે 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રિડ ગાંજાને રમકડાં અને ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તહેવારો પહેલાં ડ્રગ્સના મોટા જથ્થાને કોઈ રિસિવ કરવા આવે તે પહેલાં કબજે કરવામાં મોટી સફળતા મળી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ-અલગ વીપીએનની મદદથી ઓનલાઈન ડ્રગ્સ મગાવાતું હતું. જે સંદર્ભ ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી રહી હતી. તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાંક શંકાસ્પદ કુરિયર આવ્યાં અને જે અંગેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોને મળી હતી. જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થામાં રમકડાં અને ખાદ્યપદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં હાઇબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. હાલ તેની અંદાજિત કિંમત 3.45 કરોડથી વધુ થાય છે. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આગળની તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ ઓનલાઈન મગાવાયું હતું. પરંતુ તેના રિસીવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.
કબજે કરેલ મુદ્દામાલમાં હાઇબ્રીડ ગાંજો- 10550 ગ્રામ, કિં.રૂ. 3,12,50000, ચરસ- 79 ગ્રામ, કિં.રૂ. 3,95,000, એમ.ડી. ડ્રગ્સ- 248 ગ્રામ, કિ.રૂ. 24,80,000, કેનાબીલ ઓઇલ- 5 એમ.એલ.ની એક એવી કુલ 32 કાચની ટ્યુબ અને આઇસોપ્રોપાઇલ નાઇટેરટ- 25 એમ.એલ.ની એક એવી બોટલ નાંગ- 6નો સમાવેશ થાય છે.