અયુવાનો હવે અમદાવાદ-ગાંધીનગરમાં જ ભણી કેરિયર બનાવી શકશે: ધો-10 પાસને 3 વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ કરાવાશે
Micron સાથે GTUએ પાર્ટનરશિપમાં કોર્સ ડિઝાઇન કરાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
GTU આવતા એકેડેમિક વર્ષથી MBA ફિનટેક કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ કોર્સ ખાસ ગિફ્ટ સિટીમાં ઊભી થઇ રહેલી ફાઈનાન્શિયલ અને ટેક્નોલોજિકલ કંપનીની જરૂરિયાત પ્રમાણે ડિઝાઇન થઈ રહ્યો છે. કેમકે GTU ગિફ્ટ સિટીની ઇકો સિસ્ટમનો પણ એક ભાગ છે. આ કોર્સ ઇન્ડસ્ટ્રીની મદદથી ડિઝાઇન કરવામાં આવશે અને સ્થાનિક યુવાનોને વૈશ્ર્વિક કંપનીઓમાં કામ કરવાનો મોકો આપશે. સાથે જ સેમિક્ધડક્ટરના હબ તરીકે જાણીતા ધોલેરા સાથે પણ GTUએ કોર્સ ડિઝાઇન કર્યો છે. જેને ટેક્નિકલ એજયુકેશનમાં ભારત માટે ગેમ ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ સાથે બીજા સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન ધોલેરા કે જ્યાં સેમિક્ધડક્ટર ઇન્ડસ્ટ્રી ઉભરી રહી છે તેને ધ્યાનમાં લઇ GTU-skills ટેકનોલોજી નામની કંપની સાથે GTUએ પાર્ટનરશિપમાં કોર્સ ડિઝાઇન કરાવ્યો છે. માઇક્રોન ટેક્નોલોજી સેમિક્ધડક્ટર ઇન્ડસ્ટ્રી માટે સ્પેશિયલ કોર્સ ડિઝાઇન કરાવશે અને GTUના પ્રોફેસરને ટ્રેઈનિંગ આપવામાં આવશે. જેથી ગુજરાતના યુવાનો સેમિક્ધડક્ટર ઇન્ડસ્ટ્રીમાં આગળ ભવિષ્ય બનાવી શકે.
ઓલ ઇન્ડિયા ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના નેશનલ એન્કલેવમાં GTUના પ્રોફેસર ડો. કેયૂર દરજીએ જણાવ્યું હતું કે આ બધું GTUએક સ્પેશિયલ સેન્ટર ડેવલપ કરવામાં આવ્યું છે તેના કારણે શક્ય બની રહ્યું છે. GTU-skills એટલે શ્યામા પ્રસાદ મુખરજી કેન્દ્ર ફોર ઇન્ડસ્ટ્રી અને લાઇફલોંગ સેન્ટર જે ઇન્ડસ્ટ્રીઝ અને એમ્પલોયમેન્ટ વચ્ચેનો ગેપ દૂર કરવા બન્યું છે.
ધો. 10 પાસ યુવાનો અભ્યાસની સાથે જોબ પણ કરી શકશે
આ સેન્ટર થકી ઓટોમોબાઇલ કંપની ટોયોટા સાથે ખઘઞ થયો છે જેમાં બેચરાજીમાં એમના પ્લાન્ટમાં ૠઝઞએ ડિપ્લોમા કોર્સ રીડિઝાઈન કર્યો છે. આ કોર્સમાં બેચરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ધો-10 પાસ યુવાનોને 3 વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ કરાવવામાં આવશે. આમાં કોઈ ફી નહીં હોય કારણ કે યુવાનો અભ્યાસની સાથે સાથે પ્લાન્ટમાં જોબ પણ કરે છે અને તેમને એપ્રેન્ટિસ પણ મળશે.
- Advertisement -
ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રીમાં પણ કોર્સ તૈયાર કરાયો
આ સિવાય ફાઉન્ડ્રી ઇન્ડસ્ટ્રી જે ગુજરાતમાં મોટા પ્રમાણમાં છે તેમાં પણ ટોયોટાના કોર્સની ડિઝાઇન પર જ માળખું અને કોર્સ બનાવામાં આવ્યો છે. જેથી યુવાનોને પોતાના વિસ્તારની આજુબાજુ રોજગારીની તકો મળે.