વિકેટ-કીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ આઉટ કરવાનો વિક્રમ માર્ક બાઉચરના નામે
ખાસ-ખબર સંવાદદાતા
મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલ 2023થી તેના મુખ્ય કોચ તરીકે દક્ષિણ આફ્રિકાના એક સમયના દિગ્ગજ ખેલાડી તથા વિક્રમજનક વિકેટ કીપર માર્ક બાઉચરની મુખ્ય કોચ તરીકે નિમણૂક કર્યાની જાહેરાત કરી છે. માર્ક બાઉચરની વિકેટ-કીપર, બેટ્સમેન તરીકે લાંબી અને પ્રખ્યાત કારકિર્દી રહી છે અને વિકેટ-કીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ બેટર્સને આઉટ કરવાનો વિક્રમ તેના નામે છે. નિવૃત્તિ પછી તેણે દક્ષિણ આફ્રિકામાં ટોચના સ્તરની ક્રિકેટ ફ્રેન્ચાઇઝી ટાઇટન્સ માટે કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેમને પાંચ સ્થાનિક ખિતાબ પણ જીતાડ્યા હતા. વર્ષ 2019માં ક્રિકેટ સાઉથ આફ્રિકાએ માર્ક બાઉચરની મુખ્ય કોચ તરીકે નિમણૂક કરી હતી. તેમના માર્ગદર્શનમાં ટીમે 11 ટેસ્ટ જીત, 12 ઘઉઈં અને 23 ઝ20ઈં જીતી હતી. રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ શ્રી આકાશ એમ. અંબાણીએ કહ્યું કે, માર્ક બાઉચરનું મુંબઈ ઈન્ડિયન્સમાં સ્વાગત કરતાં આનંદ અનુભવું છું. ટીમને અસંખ્ય વિજયો માટે માર્ગદર્શન આપતા કોચ તરીકે મેદાન પર અને મેદાન બહાર તેમણે સાબિત કરેલી કુશળતા સાથે માર્ક ખઈંના ભાથામાં નવી સિદ્ધિઓ ઉમેરશે અને ટીમના વારસાને આગળ વધારશે.’
- Advertisement -
મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય કોચ શ્રી માર્ક બાઉચરે જણાવ્યું કે, ખઈંના મુખ્ય કોચ તરીકે નિયુક્ત થવું એ મારા માટે એક સન્માન અને વિશેષાધિકાર છે. ફ્રેન્ચાઇઝી તરીકેનો ટીમનો ઇતિહાસ અને સિદ્ધિઓ સ્પષ્ટપણે તેમને વિશ્વની તમામ રમતોમાં સૌથી સફળ રમતગમતની ફ્રેન્ચાઇઝીમાંની એક તરીકે રજૂ કરે છે. હું પડકારની રાહ જોઉં છું અને પરિણામોની જરૂરિયાતને માન આપું છું. તે મહાન નેતૃત્વ અને ખેલાડીઓ સાથેની એક મજબૂત ટીમ છે. હું આ ગતિશીલ ટીમમાં મૂલ્યોનો ઉમેરો કરવા માટે આતુર છું.’