જૂનાગઢ મનપા વર્ષ 2023-24નું 17.19 કરોડના વેરાનો બોજ
સ્થાયી સમિતિએ 828 કરોડનું બજેટ મંજૂર કર્યું: આગામી જનરલ બોર્ડમાં બજેટ રજૂ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2023-24નું બજટે અંગે સ્થાયી સમિતિ ની એક બેઠક મળી હતી જેમાં કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલ 835.53 કરોડનું બજેટ બનાવી સ્થાહી સમિતિને સોંપવામાં આવ્યું હતું કમિશનરે સૂચવાયેલ બજેટમાં સ્થાહી સમિતિ દ્વારા બજેટમાં સુધારા વધારા કરીને 82328 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું અને મેયરને સુપ્રત કરવામાં આવ્યું હતું સુધારા વધારા સાથેનું બજેટ આગામી જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવશે.
મનપા સ્થાહી સમિતિ એ 7.543 કરોડો નો બજેટમાં ઘટાડો કર્યો અનેક સુધારા વધારા સાથેના બજેટમાં પાણી વેરો યથાવત રાખવામાં આવ્યો છે તેની સામે સફાઈ ,દીવાબત્તી ડોર ટુ ડોર વેરામાં વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં ડોર ટુ ડોર ગારબેઝ કલેકશનના ચાર્જમાં દરરોજનાં 1.50 મુજબ 182 વધારીને 547 મંજૂર કર્યા જયારે રહેણાંક મિલ્કતમાં દીવા બત્તી ચાર્જમાં 25થી વધારી 200 કર્યો અને બિન રહેણાંકમાં સ્થાયી સમિતીએ 400 વધારીને એક હજાર કર્યો. એજ રીતે સફાઇ કરમાં 200 જ રાખવામાં આવ્યો. જયારે કોમર્શીયલમાં 300 વધારીથે 1500 મંજૂર કર્યા હતા.
જૂનાગઢ કમિશ્ર્નર દ્વારા રૂા.32.2 કરોડનો વેરો વધારો સુચવ્યો હતો તેની સામે સ્થાયી સમિતીએ રૂા.17.19 કરોડનું બજેટ મંજૂર કર્યુ હતુ. આમ સ્થાયી સમિતીએ 7.53 કરોડનો ઘટાડો કર્યો હતો. જૂનાગઢ મહાપાલિકા દ્વારા બજેટ અંગે વધુ વિસ્તૃત અહેવાલ સાથે મેયરની અઘ્યક્ષતામાં આગામી જનરલ બોર્ડમાં મુકવામાં આવશે. અને બજેટને મંજૂરીની મહોર મારવામાં આવશે.
જૂનાગઢ મનપાના વર્ષ 2023-24ના બજેટ અંગે વિપક્ષ નેતા અદ્વેમાનભાઇ પંજાએ જણાવ્યુ હતુ કે, જે બજેટ સ્થાયી સમિતીએ મંજૂર કર્યુ છે તે જૂનાગઢની પ્રજા સાથે અન્યાય કર્યો છે પ્રજાએ ખોબેને ધોબે મત આપ્યા છે જે રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં વધારો કર્યો છે ત્યારે જૂનાગઢ શહેરની ભૌગોલીક પરિસ્થિતી એવી છે કે, શહેરના અનેક વિસ્તારોમાં સાંકડી ગલી જોવા મળે છે જે ગલીમાં વાહન જય જ નથી શકતુ ત્યારે જે લોકોના ઘર સુધી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન વાહન નથી જતુ છતાં વેરો લેવામાં આવે છે. તે અન્યાય છે. આ બાબતે આગામી જનરલ બોર્ડમાં બજેટ અંગે વિરોધ કરશું.
જૂનાગઢ શહેરમાં અનેક સમસ્યાઓ છે જેમ કે, હાલ રેલવે ફાટક ઓવરબ્રીજ બનશે કે નહીં એજ રીતે સીટી બસ સેવા તેમજ શહેરનાં પ્રવાસન સ્થળો વાઘેશ્ર્વરી તળાવ, વિલીગ્ડન ડેમ તેમજ લારી ફેરીયાઓ માટે હોર્કસ ઝોન બનશે તેની સાથે ઘરે ઘરે નળથી પાણી આપવાની યોજના લોકો સુધી પહોંચશે આવા શહેરમાં અનેક કામો શહેરીજનો સુધી પહોંચ્યા નથી. ત્યારે લોકો પણ સારા બજેટની રાહ જોઇ રહ્યા છે.
જૂનાગઢ સ્થાયી સમિતીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં પ0 કરોડના ખર્ચે 11 મેગા વોલ્ટ, શોલાર પ્લાન્ટ પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવશે. જેની સાથે મહાપાલિકાની બિલ્ડીંગોમાં શોલાર રૂપટોપ લગાવી વીજળી ઉત્પન કરી વીજ બીલમાંથી મુકતી અપાવવામાં આવશે. તેમજ 1 એપ્રિલ 2023 પછી ઇલેકટ્રીક થ્રી કે ફોર વ્હીલર ખરીદનારને મનપાના આરટીઓ ટેક્ષમાં પ0 ટકા રાહત અપાશે. તેની સાથે 1 એપ્રિલથી 30 જૂન 2023 સુધીમાં હાઉસટેક્ષ ભરનારનને 10 ટકા રાહત અને ઓનલાઇન ભરેતો બે ટકા રાહત અપાશે. તેમજ નવુ ફાયર સ્ટેશન બનાવશે તેની સાથે રાજયમાં પ્રથમવાર પશુની અન્ત્યેષ્ઠિ માટે સૌ પ્રથમ વખત જૂનાગઢમાં મૃત પશુ માટે ઇવનગરમાં બે ઇલેકટ્રિક ભઠ્ઠી લગાવવામાં આવશે.