ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આગામી 14 ફેબ્રુઆરીથી મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો આવશે અને મેળાની સાથે ગિરનાર પર્વત આવેલ ધર્મસ્થાનોની યાત્રા પણ કરે છે ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ તાજેતરમાં યોજાયેલ ગિરનાર સ્પર્ધા સમયે અંબાજી મંદિર સુધી સીડીથી ચાલીને ગયા ત્યારે ગિરનાર પર્વત પર આવેલ 1800 પગથિયાં પાસે સીડીની દીવાલ તૂટેલી હાલત માં જોવા મળેલી હતી તેની સાથે યાત્રિકો માટે બનાવામાં આવેલ ટોયલેટ બ્લોકના બાથરૂમ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ કલેકટરને પત્ર લખી સીડી પાસેની તૂટેલી દીવાલ તેમજ બંધ પડેલ ટોયલેટ બ્લોક યાત્રિકો માટે ખુલ્લા કરવાની રજુઆત કરી છે.
ગિરનાર સીડી પર સમસ્યા મુદ્દે મહેન્દ્ર મશરૂએ કલેકટરને કરી રજૂઆત
