ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
અખિલ ભારતીય સામાજિક સમરસતા સંયોજક શ્યામજી પ્રસાદજીની પ્રેરક ઉપસ્થિતિમાં વાલ્મીકિ સમાજના સંત અનીલ મહારાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સ્વયંભૂ રામનાથ મહાદેવને ધ્વજા ચડાવવામાં આવી હતી. આ તકે સામાજિક સમરસતા અંતર્ગત અખિલ ભારતીય સામાજિક સમરસતા સંયોજક શ્યામજી પ્રસાદજીએ પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તમામ સમાજ અને સંપૂર્ણ રાષ્ટ્રની ચિંતા કરે છે, સર્વાંગી વિકાસ થાય, દરેક જાતિ-સમુદાય સ્વમાન સાથે સંપીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે, તે માટે સમગ્ર રાષ્ટ્રમાં જાતિ-પાતિ, પ્રાંત, ભાષા, ધર્મનો ભેદ ભૂલીને લોકો રાષ્ટ્ર સમર્પિત બને, રાષ્ટ્રના હિતમાં કાર્યરત બને, દરેક સમસ્યાઓનો ઉકેલ એક માત્ર છે અને એ છે રાષ્ટ્રવાદ. આ તકે વાલ્મીકિ સમાજના સંત અનીલ મહારાજ દ્વારા તમામ લોકોને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. રામનાથ મહાદેવ મંદિર ખાતે સમગ્ર વાલ્મીકિ સમાજ મોટાપાયે ધ્વજા ચડાવવા ઉમટ્યો હતો. રામનાથ મહાદેવને ધ્વજા ચડાવી હતી. વાલ્મીકિ સમાજ અનુસુચિત જનજાતિ પ્રમુખ વોર્ડ નં. 3 પ્રવિણભાઈ સોઢા, કમલેશભાઈ વાઘેલા સફાઈ કામદાર સેલ રાજકોટ પ્રમુખ, યોવનભાઈ મેવાડા પાટણ લોકસભા વિસ્તારક, ગૌતમભાઈ ચૌહાણ અમરેલી લોકસભા સહસંયોજક ગુજરાત પ્રદેશ ભરતભાઈ મેવાડા સામાજિક અગ્રણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સામાજિક સમરસતા સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક જતીનભાઈ નાણાવટી, રાજકોટ મહાનગર સંયોજક સુરેશભાઈ કરકરે, વર્ધમાન વિસ્તાર સંયોજક કૌશિક ટાંક, ગુજરાત સાધુ સંત સમાજ અગ્રણી જીજ્ઞેશભાઈ રામાવત, સેવા પ્રમુખ કેતનસિંહ રાઠોડ, સહસેવા પ્રમુખ રિતેષભાઈ પરસાણા, નગર સંયોજક ભરતભાઈ કંસારા, નારી સંયોજક માલાબેન લોઠીયા, ગીતાબેન પંડ્યા વોર્ડ નં. 17 ભાજપ પ્રમુખ અજયભાઈ જાદવ, અંશભાઈ પંડીત, કરણભાઈ ટીલાળા, તીલકભાઈ પોપટ, પાલાભાઈ સોનીએ જહેમત ઉઠાવી હતી.