જૂનાગઢ મનપાની સાધારણ સભામાં બહુમતીથી અનેક ઠરાવ મંજુર
જૂનાગઢ મનપામાં ખાલી પડેલી જગ્યા ઉપર સ્થાનીક કક્ષાએથી જ ભરતી કરાશે
- Advertisement -
49 જેટલા ફિકસ અને રોજમદારને લાયકાત મુજબ કાયમી કરવા મુદે ચર્ચા
ગુજરાત ગૌણ સેવા પસંદગીએ ભરતીમાં વિલંબ કરતા મનપાનો નિર્ણય
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકાની સાધારણ સભા આજે મળી હતી. જેમાં બહુમતીનાં જોરે અનેક ઠરાવને મંજુર કરવામાં આવ્યાં હતાં. તેમજ સાધારણ સભામાં લમ્પી વાયરસ અને મહાનગર પાલીકામાં ભરતી મુદે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગીએ ભરતી કરવામાં વિલંબ કરતા હવે જૂનાગઢ મહાનગર પાલીકા ખાલી રહેલી જગ્યા ઉપર ભરતી કરશે. તેમજ 49 જેટલા ફિકસ અને રોજમદાર કર્મચારીઓને લાયકાત મુજબ કાયમી કરવા મુદે પણ ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલીકાનાં મેયર ગીતાબેન પરમારનાં અધ્યક્ષ સ્થાને મનપાની સાધારણ સભા મળી હતી. સાધારણ સભામાં ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, કમિશ્ર્નર રાજેશ તન્ના સહિત ભાજપ અને કોંગ્રેસનાં નગરસેવકો હાજર રહ્યાં હતાં. જૂનાગઢનાં વિકાસ માટે વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી અને ભાજપે બહુમતીનાં જોરે અનેક ઠરારને મંજુરીની મહોર મારી હતી. સાધારણ સભામાં થયેલા ઠરાર ઉપર આગામી દિવસમાં કામ કરવામાં આવશે. આજે મળેલી સાધારણ સભામાં ખાસ કરીને મહાનગર પાલીકામાં ખાલી પડેલી જગ્યાને લઇને વિશેષ નિર્ણય કરવામાં આવ્યાં હતાં. જૂનાગઢ મહાનગર પાલીકામાં અનેક ભરતી કરવાની બાકી છે.સેટઅપ મુજબ કર્મચારીઓની ઘટ છે. જૂનાગઢ મહાનગર પાલીકાએ ભરતીની કામગીરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને કામગીરી સોંપી હતી. પરંતુ લાંબો સમય થયા છતા કોઇ કામગીરી થઇ નથી. બીજી તરફ મહાનગર પાલીકમાં તાત્કાલીક ભરતી કરવાની જરૂરીયાત છે. જેના પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગીને સોંપેલી કામગીરી રદ કરી તાત્કાલીક ભરતી કરવાની નિર્ણય ઉપર ચર્ચા કરાઇ હતી. જૂનાગઢ મહાનગર પાલીકા નિમાનુસાર ભરતી કરશે. આ ઉપરાંત 49 જેટલા ફિકસ અને રોજમદાર કર્મચારીઓને લાયકાત મુજબ કામયી કરવા મુદે પણ ચર્ચા કરવામાં આવી હતી.મનપાની સાધારણ સભામાં મનપા દ્વારા ભરતીનો વિપક્ષે વિરોધ કર્યો હતો.કોંગ્રેસનાં કોર્પોરેટરોએ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ ભરતી કરવાની માંગ કરી હતી. કોંગ્રેસનાં કોર્પોરેટર લલીતભાઇ પરસાણાએ મનપા દ્વારા ભરતીનો વિરોધ કર્યો હતો. તેમજ સાધારણ સભામાં લમ્પી ગાયોનાં મુદે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ખામધ્રોળ રોડ ઉપર ગાયો રાખવામાં આવી રહી છે. અહીં કોઇ જ પ્રકારની સુવિધા ન હોય વિરોધ કર્યો હતો. આ ઉપરાંત આસી.કમિશ્ર્નર જયેશભાઇ વાજાની નિમણુંક મુદે મંજુલાબેન પરસાણા વેલમાં ઘસી આવ્યા હતા અને કમિશ્ર્નરને ધારદાર રજુઆત કરી હતી.
જૂનાગઢ મનપાની સાધારણ સભામાં સ્વચ્છતા, વાહન ખરીદી, હસ્નાપુર ડેમ પર જવાનાં માર્ગની મરામત,ડેમનો પાળો, ક્વાર્ટર, પમ્પીંગ સ્ટેશન સહિતનાં મુદે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને બોર્ડમાં બહુમતીનાં આધારે મોટાભાગનાં નિર્ણયને મંજુરી આપવામાં આવી હતી.
વિલીંગ્ડન ડેમનાં વિકાસમાંથી વાહન ખરીદી
જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમનાં વિકાસ માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.પરંતુ આ ગ્રાન્ટ વણવાપરેલી પડી રહી હતી.જેના પગલે આ ગ્રાન્ટમાંથી હાલ વાહન ખરીદી કરવાનાં નિર્ણય ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગર પાલીકામાં અગાઉ પણ વાહન ખરીદીને લઇ અનેક આક્ષેપ થયા હતાં.



