વેઈટિંગ લિસ્ટ જાહેર ન થતાં મહિલાઓ મુંડન કરાવવા એકઠી થઇ, અટકાયત
ખાસ-ખબર સંવાદદાતા
LRD ભરતીનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે મહિલા-પુરુષ ઉમેદવારો છેલ્લા 16 દિવસથી ગાંધીનગરના સચિવાલયના ગેટ બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લે સરકારને અલ્ટીમેટમ આપીને સત્વરે 20 ટકા વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય તો સામૂહિક મુંડન કરવાની પણ ચીમકી કછઉ મહિલાઓએ ઉચ્ચારી હતી. તેમ છતાં આજદિન સુધી સરકારના પેટનું પાણી નહીં હલતાં આજે કછઉ મહિલાઓ ખુલ્લા વાળ સાથે મુંડન કરાવવાની તૈયારીઓ સાથે એકઠી થઈ હતી. જોકે, મહિલાઓ મુંડન કરાવે તે પહેલાં જ તેમની અટકાયત કરાઇ છે. આ દરમિયાન વિધાનસભા ગેટ નંબર એક ઉપર આંદોલનકારીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું.
- Advertisement -
LRD ભરતીમા 20 ટકા પ્રતિક્ષાયાદી જાહેર કરવાની માંગ સાથે મહિલાઓ રણચંડીના રૂપમાં આજે જોવા મળી રહી છે. વર્ષ 2018/19ની ભરતી પ્રક્રિયા કરી હતી. ત્યારબાદ કછઉ મુદ્દે મહિલા અને પુરુષ ઉમેદવારો દ્વારા આંદોલનો કરાયા હતા. પુરુષ ઉમેદવારોના આંદોલનમા ગૃહ રાજ્યમંત્રીએ પારણા કરાવ્યા હતા.
ગત 16 જૂલાઇ 2022ના રોજ ગૃહ મંત્રીએ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે, 20 ટકા મહિલાઓ અને પુરુષો સાથે 2439 જગ્યાઓ ખાલી પડી છે. તેમા નોકરી લેવાની બાહેધરી આપી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી.