By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    23 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    23 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    23 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    23 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    23 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    20 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    22 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    22 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    20 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન
AuthorParakh Bhattધર્મ

ભગવાન શ્રી વિષ્ણુ અને ઉત્ક્રાંતિવાદનાં પ્રણેતા ચાર્લ્સ ડાર્વિન

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:18 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે.

મૉડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

ગાયત્રી મંત્ર, ગરૂડ મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. પાંચ ઈન્દ્રિયો, બે હાથ અને શિષ નમાવી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાની કોઈ પાસે ફુરસદ નથી. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ એમની આ કાચી વયમાં આપણી મહાન સંસ્કૃતિનાં ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે! હકીકત એ છે કે ઈન્ડિયન માયથોલોજીને આપણે જાતે જ મિથ (માન્યતા)નું સ્વરૂપ આપી દીધું છે.

Contents
સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે.મૉડર્ન ધર્મ – પરખ ભટ્ટ

ધર્મ અને વિજ્ઞાનનાં સમન્વય એવાં આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવાં બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે.

- Advertisement -

માનવશરીરનાં ઘટકતત્વથી શરૂઆત કરીએ. ડીએનએ (ડિઓક્સિરિબો ન્યુક્લ્યિક એસિડ). જેને સામાન્યતઃ આપણે રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. સૂક્ષ્મદર્શકયંત્રમાં પણ જોઈ ન શકાય તેવાં આ રંગસૂત્રની એક જોડીનાં પ્રતાપે ગર્ભ ધારણથી શરૂ કરી માનવ-શરીર ધીમે-ધીમે પોતાનો આકાર ધારણ કરે છે. રંગસૂત્રોની હારમાળા સંયુક્ત રીતે શરીરરચનામાં અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વીનાં સર્જન બાદ સૌપ્રથમ એકકોષી જળચર જીવો નિર્માણ પામ્યા. એકકોષી (જેમકે અમીબા)નાં અસ્તિત્વ વિશે વૈજ્ઞાનિકો ફક્ત થોડા દાયકા પહેલા માહિતગાર થયા પરંતુ તેનાં વિશેની વિગતવાર માહિતી ઋગ્વેદની એક ઋચામાં આદિકાળથી આપવામાં આવી છે :

यदक्रन्द: परथमं जायमान उद्यन समुद्रादुत वा पुरीषात ।

- Advertisement -

शयेनस्य पक्षा हरिणस्य वाहू उपस्तुत्यं महि जोतं ते अर्वन ॥

ઋગ્વેદ ૧-૧૬૩-૧

(સાદો અર્થ : જીવસૃષ્ટિનો ઉદભવ જળમાં થયો છે.)

શ્રી વિષ્ણુનાં નવ અવતારો પૈકીનાં સૌપ્રથમ મત્સ્ય અવતારનો ઉલ્લેખ તો આજથી કરોડો વર્ષ પહેલાનાં આપણા શાસ્ત્રોમાં જોવા મળ્યો છે. ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદનાં અસ્તિત્વ પહેલા પણ વિષ્ણુનાં નવ અવતારોની પૂજા-અર્ચના થતી હતી. ઉત્ક્રાંતિનાં બેનમૂન ઉદાહરણમાં જેનો સમાવેશ કરી શકાય તેવા મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ અને બુધ્ધ અવતારોની ગાથા નાનપણથી આપણે સાંભળતા આવીએ છીએ. પરંતુ આજ સુધી તેને વિજ્ઞાન સાથે કનેક્ટ કરવાની તસ્દી બહુ ઓછા લોકોએ લીધી છે. આ નવ અવતાર વિશે એક બાબત ખાસ નોંધવાલાયક છે. પહેલા અવતારથી લઈને છેલ્લા અવતારનાં શારીરિક બંધારણમાં ક્રમિક વિકાસ જોવા મળે છે. મત્સ્ય અવતાર—જેનું અવતરણ પાણીમાં થયું, ત્યારબાદ કુર્મ એટલે કે કાચબો—જે પાણી અને જમીન બંને સ્થળે (ઉભયજીવી) જીવી શકે છે, વરાહ—જે ઉભયજીવી છે, ત્યારબાદ નરસિંહ—જે સંપૂર્ણપણે ભૂચર જીવ છે, તથા બાદમાં ક્રમશઃ વામન, પરશુરામ અને બાકીનાં તમામ અવતારો શારીરિક રીતે ઘણા મોટા ફેરફારનાં સાક્ષી બન્યા છે. ઈ.સ. ૧૮૫૯માં ડાર્વિને સાબિત કરેલા સિધ્ધાંત મુજબ, જીવસૃષ્ટિમાં વસવાટ ધરાવનાર પ્રત્યેક જીવ, પોતાની પ્રજાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આસપાસનાં વાતાવરણ પ્રમાણે અનુકૂળ થઈ ક્રમશઃ વિકસિત થાય છે. માણસજાત વાનર પ્રજાતિનું ઉત્ક્રાંતિક સ્વરૂપ છે તે હકીકતથી સૌ બરાબર રીતે વાકેફ છે. વર્ષો વીતતાં ગયા અને વાનરની પૂંછ માણસનાં કરોડરજ્જુનો અંતિમ હિસ્સો બનીને રહી ગઈ. આપણા પુરાણોમાં ડીએનએ શબ્દને ‘त्वष्टा’ અને ‘विवस्वत’ વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેનાં અમુક ખાસ ચિહ્નો પણ અત્યંત જૂના સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે :

 માછલી જેવું દેખાતું આ ચિહ્ન, રક્તકણમાં રહેલા કોષ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

  માછલીની ઉપર ઉમેરાયેલી ત્રિકોણાકાર ટોપી ટેલોમર સૂચક છે. (જે કોષનાં વિભાજન માટે અત્યંત ઉપયોગી              માનવામાં આવે છે.)

કોષમાં રહેલ રંગસૂત્રની જોડીનું પ્રતિક..

કોષ-કોષિકા-રક્તકણ-શ્વેતકણ કે કણાભસૂત્રની વિભાવનાઓને વિવિધ ગ્રંથ-સંહિતામાં માર્મિક ભાષા વડે સમજાવવામાં આવી છે. મહર્ષિ ચરક લિખિત ‘ચરકસંહિતા’ દવાઓ માટેનો વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે. આયુર્વેદ વડે ભલભલા રોગનો સમૂળગો નાશ શક્ય છે. કૃષ્ણચરિત્રમાં સાંદીપનિ મુનિનાં આશ્રમનાં એક પ્રસંગ સમયે જે અશ્વિનીકુમારોનું વર્ણન છે તેમને આપણા શાસ્ત્રોએ સૌથી જૂનામાં જૂના વૈદ્યોનું સ્થાન આપ્યું છે. જ્યારે આજની પરિસ્થિતિ તરફ મીટ માંડીએ ત્યારે સમજાય છે કે આધુનિક મેડિકલ સાયન્સ અવનવા રોગો સામેની લડતમાં ઉણું ઉતરી રહ્યું છે. એક રોગને ડામવા જતાં બીજી જીવલેણ બિમારી જન્મ લઈ રહી છે. વાઈરસ અને બેક્ટેરિયાએ સમય સાથે પોતાની પ્રતિકારકતામાં વધારો કર્યો છે જેનાં પ્રતાપે વર્ષોથી ચાલી આવતી એન્ટિબાયોટિક્સ હવે શરદી જેવી સામાન્ય બિમારીમાં પણ અસરકર્તા નથી રહી! વૈજ્ઞાનિકો પાસે હવે રંગસૂત્રની મદદ લીધા વગર છૂટકો નથી. શરીરનાં રોગગ્રસ્ત રંગસૂત્રને સ્થાને નવા સ્વસ્થ રંગસૂત્ર બેસાડવાની પ્રક્રિયા પર વિવિધ પ્રયોગો થઈ રહ્યાં છે. રંગસૂત્રોની ત્રેવીસ જોડીમાંથી રોગકર્તા રંગસૂત્રની જોડીને ફેરબદલ કરવાની આ પ્રક્રિયા વિશે વૈજ્ઞાનિકો હજુ ઘણા અસમંજસમાં છે.

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગાંધીનગરમાં મળેલા બાળક માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ચિંતિત, કહ્યું, ‘અપરાધીને ઝડપથી ઝડપી લેવાશે’
Next Article ભરતે છેલ્લાં બોલ પર સિક્સ મારી મેચ જીતાડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?