ભારતીયો માટે ગ્રીન કાર્ડના વેઈટિંગની સમસ્યા નવી નથી.ચીન, મેકિસકો અને ફિલિપિન્સના નાગરિકોને પણ ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોવી પડે છે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર દેશ આધારિત કવોટા સિસ્ટમને કારણે વેઈટિંગનો સમય ઘણો લાંબો થયો છે. જેમાં માત્ર અમેરિકન કોંગ્રેસ જ ફેરફાર કરી શકે. ગ્રીનકાર્ડ સત્તાવાર રીતે ‘પરમેનેન્ટ રેસિડેન્ટ કાર્ડ’ તરીકે ઓળખાય છે. અમેરિકામાં ઇમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવે છે,
જે તેમને દેશમાં કાયમી ધોરણે રહેવાની મંજૂરી આપે છે. દરેક દેશને નિશ્ચિત સંખ્યામાં ગ્રીનકાર્ડની ફાળવણી કરાય છે. ઇમિગ્રેશન કાયદો દર વર્ષે 1,40,000 લોકોને રોજગાર આધારિત ગ્રીન ફાળવવાની મંજૂરી આપે છે. જોકે, તેમાંથી એક જ દેશના લોકોને વાર્ષિક 7 ટકા જ ગ્રીન કાર્ડની ફાળવણી કરવાની જોગવાઈ છે. યુનાઈટેડ સ્ટેટ્સ સિટિઝનશિપએન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ના ડિરેક્ટર ડગ્લસ રેને જણાવ્યું હતું કે, કોંગ્રેસે સમગ્ર વિશ્ર્વ માટે ફેમિલી સ્પોન્સર્ડ ગ્રીન કાર્ડની વાર્ષિક 2,26,000ની મર્યાદા નિર્ધારિત કરી છે.
- Advertisement -
જ્યારે રોજગાર આધારિત ગ્રીન કાર્ડની વાર્ષિક મર્યાદા 1,40,000 છે. જેમાં ફેમિલી સ્પોન્સર્ડ અને રોજગાર આધારિત પ્રેફરન્સ લિમિટમાં દેશ આધારિત મર્યાદા સાત ટકા રાખવામાં આવી છે. તે સંખ્યા 25,620 થાય છે. એટલે ભારત, ચીન, મેક્સિકો અને ફિલિપિન્સના લોકોને અન્ય દેશોની તુલનામાં ગ્રીન કાર્ડ માટે વધુ રાહ જોવી પડે છે. રેન્ડે ભારતીયોને વિઝા અને કોન્સ્યુલર બાબતો અંગેના સંબોધનમાં વિસ્તૃત માહિતી આપી હતી. રેન્ડે કહ્યું હતું કે, પરિવાર અને રોજગાર આધારિત ગ્રીન કાર્ડની વાર્ષિક માંગ 25,620 કરતાં ઘણી વધુ છે.
જોકે, માત્ર કોંગ્રેસ જ સિસ્ટમમાં ફેરફાર કરી શકે. ઉલ્લેખનીય છે કે, હજારો ભારતીય પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડની રાહ જોતા લગભગ દાયકો વીતી ચૂક્યો છે. રેને જણાવ્યું હતું કે, માંગ સતત વધી રહી છે. માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્ર્વમાંથી. અમેરિકા રોજગાર આધારિત એડજસ્ટમેન્ટ સ્ટેટસની અરજીના ડેટાની ચોક્સાઇમાં સુધારો કરી રહ્યું છે. ભારતીયોને ઇશ્યૂ કરાયેલા રોજગાર આધારિત ગ્રીન કાર્ડની સંખ્યા વર્ષ 7,000-8,000 છે.