પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે બંધબારણે બેઠક યોજાઇ

૬૧ લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોચી રહ્યો છે. ત્યારે લીંબડી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા ના સમર્થનમાં જોરશોરથી પ્રચાર પ્રસાર થઇ રહ્યો છે, ભાજપ દ્વારા કેન્દ્ર અને પ્રદેશના આગેવાનો અને સ્ટાર પ્રચારકોને ઉતારી ભાજપ સરકારની વાહવાહી કરી રહ્યા છે. ત્યારે આજે સોમવારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને લીંબડી મધ્યસ્થ ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સી.આર.પાટીલ ની બંધ બારણે બેઠક યોજાઈ હતી.આ પ્રસંગે આર.સી.ફળદુ, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, પૂર્વ સાંસદ ભાવનાબેન દવે, પ્રશાંતભાઈ વાળા, પ્રકાશભાઈ સોની, શંકરલાલ દલવાડી, જગદીશભાઈ મકવાણા, અલગ અલગ વિસ્તારના ધારાસભ્ય હાજર રહ્યા હતા, ત્યારે આ સમયે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય એવા લાલજીભાઈ મેરે તેમજ અન્ય પાંચ વકીલો રામજીભાઈ ડી.ગાબુ, ભુપતભાઇ ડી.રોજાસરા, ઘનશ્યામભાઈ એસ.અટુલીયા, મહેશભાઈ જી.પરનાળીયા, વીનુભાઈ ડી.પરમાર સહિત ૨૦ થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા તેઓને સી.આર.પાટીલે કેસરી ખેસ ધારણ કરાવ્યો હતો.

  • રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા