હાલ માં ગુજરાત માં 8 વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્બર યોજાવાની છે ત્યારે 61 લીંબડી વિધાનસભા પેટાચૂંટણી સાથે યોજાવાની છે આ સીટ ઉપર લીંબડી ના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ભાજપ માં થી ઉમેદવારી નોંધાઈ છે તો લીંબડી તાલુકા ના શીયાણી જીલ્લા પંચાયત સીટ માં આવતા નાનાટીંબલા, રામરાજપર, ઘાઘરેટીયા ગામે ભાજપ ના કાર્યકરો એ સરકારે વિકાસ ના કરેલા કામો લઈને મતદારો વચ્ચે જઈ ને પત્રિકા વિતરણ કરવામાં આવી.

આ કાયઁકમ મા સુરેન્દ્રનગર જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ શ્રી મૃગેશભાઈ રાઠોડ, યુવાભાજપ લીંબડી ગ્રામ્ય ના પ્રમુખશ્રી ક્રિપાલસિહ ઝાલા, યુવાભાજપ લીંબડી ગ્રામ્ય ના મહામંત્રી સંજયભાઈ અમદાવાદીયા ,મહામંત્રી વનરાજસિંહ બોરાણા, સુરેન્દ્રનગર શહેર યુવા મોરચાના મહામંત્રી સુમીતભાઈ મહેશ્વરી અને ભરતભાઈ પરનાળીયા તમામ યુવાનોએ હાજર રહ્યા હતા.

  • દિપકસિંહ વાઘેલા, લીંબડી