ભાજપ સરકારના ઈશારે અધિકારીઓ કામ કરી રહ્યાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો

લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, કોંગ્રેસના ઉમેદવાર ચેતનભાઇ ખાચર લીંબડી પ્રાંત કચેરીએ તેમના ટેકેદારો અને કોંગ્રેસ ના આગેવાનો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઉમેદવારી ફોર્મ ચાર નકલમાં રજૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી નોંધાવતી વેળાએ કોંગ્રેસ પાર્ટીના નામ બાબતે વિવાદ છેડાયો હતો, આ વિવાદના કારણે કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકારના ઇશારા મુજબ અધિકારીઓ કામ કરતા હોવાનો સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જ્યારે લીંબડી પ્રાંત કચેરી ખાતે પૂર્વ પ્રમુખ મનુભાઈ પટેલ, રઘુભાઈ ભરવાડ, ભગીરથસિંહ રાણા, કલ્પનાબેન મકવાણા, જેરામભાઈ મેણીયા તથા લીંબડી, ચુડા ને સાયલાના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા