બે મેડિકલ પર નશીલા સીરપ પકડવામાં આવ્યા
આ ઉપરાંત તાજેતરમાં શાપર અને મોરબી રોડ ઉપર આવેલા મેડિકલ સ્ટોરમાંથી નશીલા સીરપ પકડવામાં આવી હતી. તે બંને મેડિકલ સ્ટોરના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમાં શાપરના શ્રી રાજ મેડિકલ સ્ટોર અને રોડ ઉપર આવેલા રાઘવ મેડિકલનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાના તમામ મેડિકલ સ્ટોરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અમુક મેડિકલ સ્ટોર્સમાં નશાકારક સીરપનું વેચાણ થતું હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી: 13 મેડિકલ સ્ટોરના લાઈસન્સ સસ્પેન્ડ
નશાકારક સીરપના વેચાણ સહિતની ગેરરીતિ કારણભૂત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
રાજકોટમાં આવેલા મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કેટલીક જગ્યાએ ક્ષતિ અને ગેરરીતિ પકડાતા 54 મેડિકલ સ્ટોરના લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 13 મેડિકલ સ્ટોરના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા 3 મહિના દરમિયાન રાજકોટ શહેરમાં મેડિકલ સ્ટોરને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ દવાઓના વધુ ભાવ, ગેરરીતીની ફરિયાદને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં એબીસી કાર્મસી, એજેકે મેડીટેક, આયુષ્યમાન મેડિકલ સ્ટોર, ભારત ડ્રગ્સ, ક્રિએટિવ એન્ટરપ્રાઈઝ, દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર, ઈથીકેર રેમેડિસ, ગજાનન એજન્સી, ગાયત્રી ડિસ્ટ્રીબ્યુટર્સ, ગુજરાત સર્જીકલ, ક્રિષ્ના સર્જી ટેક, માહી મેડિકલ સ્ટોર, મંગલમ કોર્પોરેશન સહિતના લાયસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત નવજીવન સર્જીકલ, નેપ્ચ્યુન ફાર્મા, નિકિતા સરજી ફાર્મા, ઓજસ એન્ટરપ્રાઈઝ, ઓમ એન્ટરપ્રાઇઝ, પોપ્યુલર મેડિકલ, પ્રગતિ મેડિસિન, પ્રોટેક એનિમલ હેલ્થ, રાજુ મેડિકલ એજન્સી, રિલાયન્સ ફાર્માસિકલ એજન્સી, એસ.કે મેડી પ્લસ, સંજીવની મેડિકલ એજન્સી, સન્વી ફાર્મસી, સત્યમ ફાર્મસી, શ્રી પૂજન મેડિકલ્સ એન્ડ જનરલ સ્ટોર, શ્રીજી મેડિસિન, સિલ્વર સન ફાર્માસિકલ, સુપર ફાર્મા, સુરભી મેડિકલ સેન્ટર, ટોપા સર્જી ફાર્મા, વિશ્વાસ મેડિકલના લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યા છે.