NEET વિવાદ ચર્ચામાં છે. અન્ય દેશોમાં મહત્વની પરીક્ષાઓનું આયોજન કેવી રીતે થાય છે ? યુ.એસ. અને યુકે SAT શૈલી ફોર્મેટનો ઉપયોગ કરે છે જયારે ચીન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં હાઇટેક સિંગલ વિન્ડો પરીક્ષાનો ઉપયોગ થાય છે
SAT ફોર્મેટ
♦ અમેરિકા
– અહીં હાયર એજયુકેશનમાં એડમીશન માટે બે સ્ટાન્ડર્ડ પરીક્ષાઓમાંથી એક પર આધાર રાખવાનો હોય છે
– એક છે અમેરિકન કોલેજ ટેસ્ટીંગ (ACT) જે વર્ષમાં 5 થી 7 વાર હાથ ધરવામાં આવે છે. જેમાં ઇંગ્લીશ, ગણિત, રીડીંગ અને વિજ્ઞાન પર ફોકસ કરવામાં આવે છે. વૈકલ્પિક લેખન કસોટી પણ હોય છે.
– આ સિવાય, શાળાઓમાંથી પાસ થયેલા સ્ટુડન્ટને સ્કોલાસ્ટિક એટીટયુડ (SAT) આપી શકે છે. જેમાં એડિટીંગ, રીડીંગ સ્પર્ધા, કવાટીટેટિવ સ્કીલ્સ અને ડેટા એનાલિસીસને જોવામાં આવે છે.
– ગ્રુજેયુએટ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને કેરેબિયનની મેડિકલ કોલેજમાં એડમીશન માટે MCAT દેવું જરૂરી છે.
- Advertisement -
♦ બ્રિટન
– યુનિવર્સિટી અને કોલેજ એડમીશન સર્વિસ (UCAS)ની વેબસાઇટ તમામ ગ્રેજયુએશન ડિગ્રી એપ્લીકેશનોને સંભાળે છે.
– મેડિકલના અભ્યાસ માટે કેટલીક યુનિવર્સિટીમાં યુનિવર્સિટી કલીનીકલ એટીટયુડ ટેસ્ટ (UCAT) અને સ્કુલ શૈક્ષણિક રેકોર્ડની જરૂર પડે છે.
– લોની ડિગ્રી માટે લો નેશનલ એડમિશન ટેસ્ટ (LNAT) જરૂરી છે.
♦ ઇઝરાયેલ
– કોલેજમાં એડમિશન માટે સાયકોમેટ્રીક એન્ટરન્સ ટેસ્ટ (PET) છે. જેમાં મૌખિક (વર્બલ), Quantitative અને અંગ્રેજીમાં પ્રવેશ માટે ટેસ્ટ લેવાય છે.
– સંસ્થાઓ PET અને હાઇસ્કુલમાં જે નંબર આવ્યા હોય તેનો પણ ઉપયોગ કરે છે.
♦ જાપાન
-કેટલીક સંસ્થાઓ નેશનલ સેન્ટર ટેસ્ટનો વિદ્યાર્થીઓની પસંદગી માટે ઉપયોગ કરે છે.
- Advertisement -
♦ સિંગાપુર
– વિદ્યાર્થીઓએ સિંગાપુર કેમબ્રિજ જનરલ સર્ટીફીકેટ ઓફ એજયુ. એડવાન્સડ લેવલ દેવાનું જરૂરી હોય છે.
સિંગલ વિન્ડો પરીક્ષા
♦ ચીન
– ચીનમાં યુનિ.માં એડમિશન માટે એકમાત્ર પરીક્ષા આપવાની હોય છે જે GAOKAO કહેવામાં આવે છે.
– આ પરીક્ષામાં બે દિવસ નવ કલાક ચાલે છે. દુનિયાની સૌથી અઘરી પરીક્ષા ગણવામાં આવે છે.
– જેમાં કોમ્પ્યુટર આધારીત ખઈચ ટુંકા જવાબ અને નિબંધ સાથે જોડાયેલ પ્રશ્નો હોય છે.
– ઉત્તરવહી બે શિક્ષકોને માર્કિંગ માટે આપવામાં આવે છે. માર્કિંગમાં જો મોટો ફરક હોય તો ત્રીજા શિક્ષકની મદદ લેવાય છે. આ પરીક્ષા જુનમાં હોય છે.
♦ દક્ષિણ કોરિયા
– કોલેજ પ્રવેશ માટે સપ્ટેમ્બરમાં College Scholarstic Ability Test (CSAT)અથવા SUNEUNG દેવાની હોય છે.
– આ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાને ચેક કરવા માટે હાઇએસ્ટ પરીક્ષા છે.
♦ રશિયા
– હાયર એજયુકેશનમાં એડમિશન માટે વિદ્યાર્થીઓને Unified State Exam (USE) પાસ કરવી પડે છે.
– દરેક વિદ્યાર્થીઓ માટે રશિયન ભાષા અને ગણિત ફરજીયાત છે. કોમ્પ્યુટર પણ ફરજીયાત છે, પાર્ટ-2 ક્રિએકટીવીટી અને જ્ઞાન પર ફોકસ કરે છે.