ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાયેલા સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા જૂનાગઢ વાસીઓને અપીલ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વછતા હી સેવા કાર્યક્રમને તા. 16 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ સ્વચ્છતા ના મિશનમાં આપણે સૌ કાયમી જાગૃત રહીએ.ભારતીય સનાતન પરંપરામાં પણ સ્વચ્છતાનો ઉલ્લેખ છે.
ત્યારે આપણે ધરતી માતાને સ્વચ્છ રાખીએ, સફાઈની આ મુહિમમાં તંત્રને સહકાર આપીએ અને આપણા ઘરેથી જ સ્વચ્છતાની શરૂઆત કરીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ, સુકો અને ભીનો કચરો અલગ રાખી અને તેનો યોગ્ય નિકાલ કરીએ. નદી, તળાવ કે જાહેર સ્થળોએ ગંદકીના કરીએ.