ઈઝરાયલ-હમાસ યુદ્ધ શરૂ કરાવનારનું નામ ખૂલ્યું
હિઝબુલ્લા હમાસને ઈરાનમાંથી અને ઉ.કોરિયામાંથી શસ્ત્રો પહોંચાડે છે
ખાસ-ખબર સંવાદદાતા
ઈઝરાયલ-હમાસ યુદ્ધ કંઈ અમસ્તું અને એકાએક શરૂૂ નથી થયું. તેની પાછળ કેટલાયે દેશો અને સંગઠનોની મહત્વની ભૂમિકા છે. હમાસ ઉપર કરેલી ઈઝરાયલની કાર્યવાહી દરમિયાન તેના અનેક પુરાવા મળી આવ્યા છે. ઈઝરાયલી સેનાને હમાસ આતંકીઓ પાસેથી ઈરાનના અને ઉ.કોરિયાનાં કેટલાંયે શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે લેબેનોનનાં ખતરનાક ઈસ્લામિક સંગઠન હિઝબુલ્લાએ કહ્યું કે, આ યુદ્ધમાં અમારી મહત્વની ભૂમિકા છે. તેણે ખુલ્લી રીતે તે વાત જણાવી છે.
લેબેનોનનાં કટ્ટરપંથી આ ઈસ્લામિક સંગઠને વધુમાં કહ્યું છે કે જો ઈઝરાયલ ગાઝાપટ્ટી ઉપર ભૂમિ ઉપરથી આક્રમણ કરશે, તો તેને તેની ભારે કિંમત ચુકવવી પડશે.
હિઝબુલ્લાના ઉપનેતા શેખ નઈમ કાસીમે આ કથન તે સમયે કર્યું છે કે જ્યારે ઈઝરાયલે દ.લેબેનોનમાં બોમ્બમારો કર્યો અને ડ્રોનથી હુમલા શરૂૂ કર્યા છે. તથા રોકેટ અને મિસાઇલ્સ છોડયા હતા. આ હુમલામાં છ આતંકીઓ માર્યા ગયા હતાં.
કાસીમે કહ્યું કે, ’લેબેનોન-ઈઝરાયલ સરહદે તણાવ ઉભો કરવા પાછળ સ્પષ્ટ ઉદ્દેશ છે, અમે યહુદી દુશ્ર્મનોને કમજોર કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ.’ જો ઈઝરાયલ ગાઝામાં ભૂમિ ઉપરથી હુમલા શરૂૂ કરશે તો હિઝબુલ્લા યુદ્ધમાં જોડાઈ જશે.
વાસ્તવમાં હમાસે દક્ષિણ ઈઝરાયલ ઉપર 7 ઓક્ટોબરે અકારણ અને ઓચિંતા હુમલા શરૂૂ કર્યા પછી ઈઝરાયલે ગાઝાપટ્ટીની ઘેરાબંધી શરૂૂ કરી દીધી છે, અને વળતા હુમલા શરૂૂ કરી દીધા છે. શનિવારે ઈજીપ્ત અને ગાઝાપટ્ટી વચ્ચેની સરહદ ઈજીપ્તે ખોળી નાખી છે, તે પછી આશરે બે સપ્તાહ પછી પાણી, ભોજન, અને દવા માટે વલખા મારતા પેલેસ્ટાઇનીઓને સહાય પહોંચવી શરૂૂ થઈ ચૂકી છે. આ સાથે નિરીક્ષકો કહે છે કે, ઈરાન સમર્થિત હિઝબુલ્લા ઉત્તર ઈઝરાયલ ઉપર વ્યાપક રીતે હુમલા કરી ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં નવો મોર્ચો ખોલવા પ્રયત્ન કરી રહ્યું છે.
હિઝબુલ્લા પાસે હજ્જારો રોકેટ અને મિસાઇલ ઉપરાંત વિભિન્ન પ્રકારનાં ડ્રોન વિમાનો છે. કાસીમે કહ્યું છે કે તેના સંગઠને લેબેનોન-ઈઝરાયલ સીમા ઉપર તણાવ ઉભો કરી ઈઝરાયલી સેનાને તંગ અવસ્થામાં રાખી છે. તેથી ગાઝા પર ભૂમિ ઉપર હુમલો કરવાને બદલે તે ઉત્તર ક્ષેત્રમાં વ્યસ્ત રહે. તેણે પત્રકારોને સાથે સામે પૂછ્યું કે, ’તમોને શું લાગે છે કે જો પેલેસ્ટાઇનીઓ (હમાસ)ના વિરોધને કચડવાનો પ્રયત્ન કરાશે તો તે વિસ્તારના અન્ય લડાકુઓ કોઈ કાર્યવાહી જ નહીં કરે ? આ યુદ્ધમાં અમારી પણ મહત્વની ભૂમિકા છે.’