પરમાણુ શસ્ત્ર-પ્રયોગ ન કરવા બદલ બિલ ક્લિન્ટને મને 5 અબજ ડોલરની ઓફર કરી’તી
ગમે તેટલી રકમ મળે પરંતુ પાકિસ્તાનની ભૂમિમાં જન્મ્યો છું. તે ભૂમિ જ મને રકમ સ્વીકારવાની ના કહે: નવાઝ શરીફ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે સ્વદેશ પાછા ફર્યા પછી માત્ર થોડા જ કલાકોમાં પોતાના કાર્યકાલ દરમિયાન બનેલી ઘટનાઓ યાદ કરતાં કહ્યું હતું કે, ભારતે 1998માં પરમાણુ બોમ્બ પ્રયોગ કર્યા પછી અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટને પરમાણુ બોમ્બ પ્રયોગ ન કરવા પાંચ અબજ ડોલર આપવા કહ્યું હોવા છતાં મે તે સામે જોયું જ નહી અને 1999ના જાન્યુઆરીમાં પરમાણુ બોમ્બ પ્રયોગો કર્યા જ હતા.
73 વર્ષના પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન દુબઈથી સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા સ્વદેશ પાછા ફર્યા હતા. આ સાથે ચાર વર્ષ સુધી ઇંગ્લેન્ડમાં તેઓએ ભોગવેલા સ્વૈચ્છિક દેશવટાનો અંત લાવ્યો હતો. આ સાથે જાન્યુઆરીમાં યોજાનારી પાકિસ્તાનની સમવાય તંત્ર ચૂંટણીમાં પોતાની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ શરીફ) (પીએમએલ-એન)નું નેતૃત્વ સંભાળવા તેઓ તૈયાર થયા છે.
ઉમીદ-એ-પાકિસ્તાન એરલાઈન્સના ચાર્ટર્ડ વિમાન દ્વારા સ્થાનિક સમય 1.30 વાગે શનિવારે ઇસ્લામાબાદ પહોંચ્યા ત્યાં એક કલાલ શેફાયાબાદ પોતાના પક્ષના ગઢ સમાન લાહોર જવા રવાના થયા હતા. મિનાર-એ-પાકિસ્તાન પાસે એક રેલીને સંબોધતા નવાઝે આ પ્રમાણે કહ્યું હતું. તેઓએ કહ્યું કે, 1998માં ભારતે પરમાણુ બોમ્બ પ્રયોગ કર્યા પછી 1999માં એટમ બોમ્બ પ્રયોગ કરવા અમે નિર્ણય લીધો હતો. ત્યારે તે સમયના પ્રમુખ બિલ ક્લિન્ટને તેમ ન કરવા માટે મને પાંચ અબજ ડોલર આપવા કહ્યું હતું. પરંતુ હુ પાકિસ્તાનની ભૂમિમાં જન્મ્યો છું તે ભૂમિ જ મને ગમે તેટલી મોટી રકમ સ્વીકારવાની ના પાડે છે.
નવાઝ શરીફની આ ફિશ્ર્યારી અંગે ટીકા કરતાં નિરીક્ષકો કહે છે કે અત્યારે લગભગ ભૂખે મરતા દેશમાં આ તબક્કે પણ એટમ-બોમ્બની વાત કરી નવાઝ તેના દેશની જનતાની ક્રૂર મશ્ર્કરી જ કરી રહ્યા છે તે કેમ ભૂલે છે કે પરંપરાગત યુદ્ધમાં કે અમેરિકા-વોરમાં પણ તેમનો દેશ ભારત સામે ટકી જ શકે તેમ નથી.