- ઓલપાડના સાયણ ગામે બે દિવસ અગાઉની રાત્રે એક એપાર્ટમેન્ટમાં તોડફોડ કરી આરોપીઓએ સાયણ પોલીસ ચોકીને બાનમાં લીધી હતી. પોલીસની હાજરીમાં લાકડાના ફટકા લઈને આવેલા બે ઇસમે સાયણ પોલીસ સ્ટેશન માથે લઈ ભારે તોડફોડ કરી હતી. હદ તો ત્યારે થઈ કે પોલીસ ચોકી બહાર પાર્ક કરેલ પોલીસ વાહનોમાં પણ તોડફોડ કરી રીતસર આંતક મચાવ્યો હતો. જોકે પોલીસે એક મહિલા સહિત બે માથાભારે ઇસમને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા.
- ત્યારે આજે સાયણ આઉટ પોસ્ટ તોડફોડ મામલે સાયણમાં લુખ્ખા તત્વો બેફામ ના બને એ માટે પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પોલીસે જાહેરમાં સરઘસ કાઢતા આરોપીઓ રીતસરના હાથ જોડી રહ્યા હતા.
- પરંતુ ફરીવાર આવા લુખ્ખાતત્વો બેફામ ન બને તે માટે પોલીસે તેઓનું સરઘસ નિકાળી અન્ય ગુનેગારોને ચેતવણી આપી હતી કે, જો હવે સાયણ ગામમાં આતંક મચાવ્યો તો કાયદો તમને છોડશે નહીં.
જણાવી દઇએ કે, સાયણ કિમ રોડ પર આવેલ અનુપમ ડ્રિમ એપાઈટમેન્ટમાં ફ્લેટ નંબર-207માં રહેતી જાનવી કાછડીયા અને 207 ફ્લેટની નીચે આવેલા 107 ફ્લેટના દેવીસિંગ રાજપૂત વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં 207માં રહેતી જાનવીના બે માણસો 107 નંબરના ફ્લેટ પર ભારે તોડફોડ કરી દેવીસિંગ રાજપૂતના પરિવારને ધમકાવી માર માર્યો હતો. માથાભારે ઈસમોથી બચવા દેવીસિંગ સાયણ પોલીસ મથકે પોહચ્યા હતા. અને પોતાની ફરિયાદ કરી રહ્યા હતા ત્યારે માથાભારે જાનવી અને તેના બે સાગરીતો હરેશ કારડીયા અને અતુલ ફૂટે પણ પોલીસ સ્ટેશન પોહચ્યા હતા. અને ફરિયાદીને પોલીસની હાજરીમાં ગાળો આપી ધમકાવ્યા હતા. હદ તો ત્યારે થઈ આરોપી એટલા બધા બેખોફ બની સાયણ પોલીસ ચોકીને માથે લીધી હતી. પોલીસની હાજરીમાં લાકડાના સપાટા મારી પોલીસ સ્ટેશનમાં ભારે તોડફોડ કરી હતી. - આરોપીઓએ પોલીસની હાજરીમાં ચોકી બહાર પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરી હતી. આરોપી દારૂના નશામાં એટલા ઘાતકી બન્યા હતા કે પોલીસ પણ તેમને રોકી શકી નહીં. પોલીસ સ્ટેશનમાં ટીવી સહિતના જરૂરી કાગળો ફેંકી પોલીસ કેબિનમાં ભારે તોડફોડ કરી હતી. જોકે પોલીસે મહિલા સહિત તેના બે સાગરીતોને ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા હતા.