વિસાવદર પેટા ચૂંટણી જીતવા ત્રણેય પક્ષોનો મરણીયો પ્રયાસ
ચૂંટણી જીતવા વચન, વાયદા સાથે મતદારો સામે ભરમાર
- Advertisement -
ત્રણેય પક્ષો સીટ કબ્જે કરવાના દાવાઓ સાથે મેદાનમાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર અંતે 1 વર્ષ પછી પેટા ચૂંટણી જાહેર થઇ છે. આ સીટ કબ્જે કરવા ઉમેદવારો અને નેતાઓએ મરણીયા પ્રયાસ થઇ રહ્યો હોઈ તેવું જોવા મળી રહ્યું છે. વિસાવદર અને ભેસાણ તાલુકા સહિતના ગામોમાં તેજ ગતિએ પ્રચાર પ્રસાર નેતાઓ કરી રહ્યા છે ત્યારે સભામાં જનમેદની આવે છે પણ મતદારો હજુ મન કળવા દેતા નથી કોના તરફે મતદાન થશે તેતો આગામી સમય બતાવશે હાલતો ત્રણેય પક્ષના નેતાઓ જંજાવાતી પ્રચાર કરીને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. વિસાવદર બેઠક કબ્જે કરવા ત્રણેય પક્ષો વચન, વાયદાની ભરમાર સાથે મેદાનમાં ઉતરી ગયા છે પણ મતદારો પણ શાણા છે કોના તરફે મતદાન કરશે તે મન કળવા દેતા નથી હાલતો નેતાઓ જંજાવાતી પ્રચાર કાર્ય કરી રહ્યા છે. અને ત્રણેય પક્ષો વિસાવદર બેઠક કબ્જે કરવાના દાવાઓ કરી રહ્યા છે. જયારે બીજી બાજુ અપક્ષો પણ મેદાનમાં છે.
ત્યારે ક્યાં પક્ષના ઉમેદવારને ભારે પડે તે પણ જોવાનું રહ્યું એક તરફ મુખ્ય હરીફ ઉમેદવાર વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ અપક્ષ પણ જોર લગાવી રહ્યા છે.કોના કેટલા વોટશેરમાં ગાબડું પાડશે તે પણ આગામી ચૂંટણી પરિણામ પર સૌ કોઈની નજર છે. વિસાવદર બેઠક પર ક્યાં મુખ્ય મુદા પર ચૂંટણી લડાઈ રહી છે તેમાં મુખ્ય ખેડૂતોના પ્રશ્ર્ન કારણ કે વિસાવદર વિદ્યાસભા મત વિસ્તાર ખેતી સાથે સંકળાયેલ છે . જેમાં ઇકો સેંસેટિવ ઝોનનો મુખ્ય મુદ્દો છે તેમાં પણ ખેડૂતોના પાણી, વીજળી, ખેતરના જવાના રસ્તાઓ તેમજ ગ્રામ્ય સડક અને ખાતર સહીતના મુદ્દાઓ ઉભા છે. બીજી તરફ હજુ સુધી વરસાદ આવ્યો નથી અને ખેડૂતો વાવણી કરવાની રાહ જુવે છે. જે મેં મહિનામાં કમોસમી વરસાદ વરસ્યો તેમાં ખેતીના પાક સહીત બાગાયતી પાકને કેટલાક વિસ્તારોમાં ભારે નુકશાન જોવા મળ્યું છે જેમાં ખેડૂતો પાક વીમાની માંગ કરી છે આમ વિસાવદર વિધાનસભ ક્ષેત્ર સીધે સીધો ખેડૂતો સાથે સંકળાયેલ છે. એટલે ખેતી અને ખેડૂતોના પ્રશ્ર્નો ખુબ મોટા પ્રમાણ જોવા મળે છે ત્યારે આયાતી ઉમેદવારનો મુદ્દો પણ સામે ઉભો છે. અગાઉની ચૂંટણીમાં આયાતી ઉમદેવારના મુદ્દે ચૂંટણી લડાઈ ચુકી છે.