ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના લોકવાણી રેડિયો દ્વારા રેડિયો સોપાન ગૃપ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનો મુખ્ય હેતુ જમીનની સ્વાસ્થ્ય સુધારણાનો હતો. આ મિટીંગમાં 33 જેટલા ખેડૂત ભાઈઓ તથા ખેડૂત મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લોકવાણી રેડિયો 90.04 એફએમ આખાય વર્ષ દરમિયાન જમીનની સ્વાસ્થ્ય સુધારવાના કાર્યક્રમોનુ સતત પ્રસારણ કરવામાં આવશે જેનો લાભ દરેક ખેડૂત ભાઈઓ લે એવી અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રેડિયો સાંભળતા ખેડૂતો દ્વારા પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતાં.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મેહુલભાઈ, દીપકભાઈ કામળીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના લોકવાણી રેડિયો દ્વારા જમીન સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમ યોજાયો
