-ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી એકવાર દાદા બન્યા
અંબાણી પરિવાર મા ફરી બાળક ની કિલકારી ગુંજી ઉઠી છે. આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા બીજી વખત માતા બની છે. તેણે બુધવારે પુત્રીને જન્મ આપ્યો છે. ફરી એકવાર મુકેશ અંબાણી અને નીતા અંબાણી દાદા-દાદી બની ગયા છે. પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું છે.
- Advertisement -
તે ફરી એકવાર દાદા બની ગયા છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકામહેતાએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીના આગમનથી અંબાણી પરિવાર ખુશ છવાઈ ગઈ છે.વર્ષ 2020ની શરૂઆતમાં શ્લોકા અંબાણીએ પુત્રને જન્મ આપ્યો હતો. અંબાણી પરિવારે આકાશના મોટા પુત્રનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખ્યું છે.મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના લોન્ચિંગ દરમિયાન પહેલી વખત શ્લોકા અંબાણી બેબી બમ્પ સાથે જોવા મળી હતી. ત્યારબાદ તેના પ્રેગનન્સીના સમાચાર બહાર આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, જ્યારથી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દાદા-દાદી બનવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી લોકોએ સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારને શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું છે. જ્યારે કેટલાક લોકો આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પુત્રીની પ્રથમ તસવીરની રાહ જોઈ રહ્યા છે. શ્લોકા મહેતા અને આકાશ અંબાણીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે આકાશ 12મા ધોરણમાં હતો
ત્યારે તેણે પહેલીવાર શ્લોકા સાથે પોતાના દિલની વાત કરી હતી. જો કે બંને રિલેશનશિપમાં આવ્યા હતા, પરંતુ અભ્યાસને કારણે બંનેને અલગ-અલગ યુનિવર્સિટીમાં એડમિશન લેવું પડ્યું હતું. દૂર રહ્યા પછી પણ બંનેએ ક્યારેય એકબીજાનો સાથ નથી છોડ્યો અને જ્યારે કરિયર બની ગયું ત્યારે બંનેએ પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી.
- Advertisement -