હાથે-પગે તિક્ષ્ણ વસ્તુેથી ઇજા પહોંચાડી જીવન ટૂંકાવ્યુ: 28 વર્ષીય જલ્પા ચાવડા એક વર્ષથી ભક્તિનગર સર્કલ પાસે હોસ્ટેલમાં રહી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ભક્ત્નિગર સર્કલ પાસેની હોસ્ટેલમાં રહેતી અને ઢેબર રોડની ખાનગી હોસ્પિતટલમાં લેબ ટેક્નીનશિયન તરીકે નોકરી કરતાં મુળ ગોંડલના મોટા દડવા ગામની યુવતિએ વહેલી સવારે પોતાની રૂમના બાથરૂમમાં પુરાઇ જાતે હાથ-પગમાં કોઇ તીક્ષ્ણ વસ્તુતથી ઇજાઓ પહોંચાડી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાાપી ગઇ છે. પરિવારજનો કારણ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. જાણવા મળ્યાી મુજબ ભક્તિણનગર સર્કલ નજીક જયનાથ હોસ્પિીટલ સામે આવેલી પુતલીબાઇ હોસ્ટેેલમાં રહેતી જલ્પાનબેન મનુભાઇ ચાવડા (ઉ.વ.28)ને સવારે હાથ-પગમાં ઇજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિબટલમાં ખસેડાઇ હતી. તેણીએ જાતે જ કોઇ તિક્ષ્ણ વસ્તુમથી આ ઇજાઓ પહોંચાડી હોવાનું ઇમર્જન્સીટ વિભાગના તબીબને જણાવાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તૌફિકભાઇ જુણાચે ભક્તિ.નગર પોલીસમાં નોંધ કરાવતાં હેડ કોન્સૌ. પ્રશાંતસિંહ ગોહિલે હોિસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી નિવેદન નોંધવા તજવીજ કરી હતી. જો કે સારવાર દરમિયાન જલ્પાીબેને દમ તોડી દીધો હતો. દિકરીના મોતથી પરિવારજનોમાં કલ્પાંનત સર્જાયો હતો. જલ્પાોબેન બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેનું સગપણ થયું નહોતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યાર મુજબ તેણી મુળ ગોંડલના મોટા દડવાની વતની હતી. તેના પિતા ખેતી કામ કરે છે. પોતે છએક વર્ષથી રાજકોટ રહી ઢેબર રોડ મધુરમ પાસેની ઓર્કિડ હોસ્પિેટલમાં લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરી હતી. આજે સવારે તેણી રૂમની અંદરના બાથરૂમનો દરવાજો ખોલતી ન હોઇ રૂમ પાર્ટનરે બીજી છોકરીઓને જાણ કરતાં દરવાજો તોડવામાં આવતાં જલ્પાૂબેન લોહીલુહાણ મળી હતી. તુરત જ 108ને જાણ કરવામાં આવતાં તેણીએ સિવિલ હોસ્પિનટલમાં ખસેડાઇ હતી. પરંતુ દમ તોડી દીધો હતો. પોલીસને રૂમમાંથી કોઇ ધારદાર ચીજવસ્તુ મળી નહોતી. કદાચ બાથરૂમની પાણી નીકાલ માટેની ધારદાર જાળી કે બ્લે ડનો ઉપયોગ કર્યો હોવાની શક્યજતા જણાઇ હતી.
જલ્પાાબેને આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો વિગતો જાણતાં ન હોઇ પોલીસ મોબાઇલ ડિટેઇલ, રૂમ પાર્ટનર, જ્યાંશ નોકરી કરતી હતી તે સ્થંળે કર્મચારીઓ સહિતની પુછતાછ કરી વિગતો મેળવવા પ્રયાસ કરશે.
મોટા દડવાની લેબ ટેક્નિશિયન યુવતીનો હોસ્ટેલમાં આપઘાત
