ખાસ-ખબર સંવાદદાતા
તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા ભ.ભા. વિદ્યાલય કોડીનાર મુકામે શાળાના બાળકોને ભારતના બંધારણ અને આમુખ તેમજ કાયદાની વિવિધ જોગવાઇ વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ પોસ્કો અધિનિયમ 2012 વિષે સમજાવામાં આવ્યા તથા વિવિધ સંસ્થાઓના સંપકો વિશે જાણવામાં આવ્યું અને બાળકોને શિક્ષણ રૂપિ ગંગાનો આ પ્રવાહ સાગર ના કિનારા રૂપિ સપનાને હમેશાં મળતો રહે. તેમજ બાળકો શિક્ષણમાં પારંગત બને અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા. જેમાં હાજર રહેલ પી.એલ.વી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઈ, રવિ સોસા તેમજ શાળાના આચાર્ય હરિસિંહ દાહિમા તથા શાળાનો સ્ટાફગણ હાજર રહ્યા હતા.