By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    5 hours ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    5 hours ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    6 hours ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    1 day ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    3 hours ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    3 hours ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    3 hours ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    3 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    1 day ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 days ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    3 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 hours ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    5 hours ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    1 day ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    1 day ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    1 day ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી
AuthorRajesh Bhatt

ઘર કે શો રૂમની અંદર તિજોરી નૈઋત્યખૂણામાં રાખવી

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:24 AM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

છેલ્લાં બે અંકોમાં વાંચકોના પ્રશ્ર્નોના ઉત્તર આપી શકાયા ન હતા તેથી આ વખતે શક્ય એટલા પ્રશ્ર્નોના જવાબોનો અહીં સમાવેશ કરેલ છે.

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ

પ્રશ્ર્ન 1: અમો એક જ્વેલરી શોરૂમ બનાવી રહ્યા છીએ તો વાસ્તુ મુજબ અમારે તિજોરી કે સ્ટ્રોંગરૂમ કઈ જગ્યાએ બનાવવો?
જવાબ: વાસ્તુની અંદર ભારે વજનવાળી વસ્તુની વ્યવસ્થા વિશે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલ છે. પહેલાંના સમયમાં સોની ભાઈઓ ભારે વજનદાર તિજોરી રાખતા પરંતુ સમય જતાં હવે શોરૂમની અંદર આરસીસી વોલથી સ્ટ્રોંગરૂમ બનાવવાથી સગવડતા ઘણી સચવાય જાય છે. વાસ્તુ મુજબ સ્ટ્રોંગરૂમ કે તિજોરીની ગોઠવણી શોરૂમના નૈઋત્યખૂણામાં કરવી, તથા તેનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે તેમ રાખવો. જો દરવાજો ઉત્તર દિશામાં ન ખુલી શકે તેમ હોય તો પૂર્વ દિશા તરફ પણ ખોલી શકાય. નૈઋત્યખૂણામાં તિજોરી કે સ્ટ્રોંગરૂમનું ફ્લોરીંગ લેવલ શોપના ફ્લોરીંગ લેવલ કરતા થોડું ઊંચું રાખવું.

- Advertisement -

પ્રશ્ર્ન 2: અમારે ગામડે ઘર છે જ્યાં ટોઈલેટ બાથરૂમ બનાવવાના છે, ત્યાં ભૂગર્ભ ગટરની લાઈન હજુ આવેલ નથી, તો શોષખાડો કઈ જગ્યાએ બનાવી શકાય?
જવાબ: વાસ્તુ મુજબ ડ્રેનેજ લાઈનના નિકાસ અથવા શોષખાડો બનાવવો હોય તો અગ્નિખૂણા અથવા વાયવ્યખૂણામાં બનાવવો.

પ્રશ્ર્ન 3: હું એક ફ્લેટમાં 11 મહિનાથી રહું છું અને જ્યારથી આ ઘરમાં રહેવા આવ્યો છું ત્યારથી કોઈ ને કોઈ શારીરિક સમસ્યા રહે છે, શું કારણ હોઈ શકે?
જવાબ: જો આપને 11 મહિનાની અંદર જ વધારે પ્રમાણમાં શારીરિક પીડા થઈ રહી છે તો આપના ફ્લેટના પ્લોટની ઊર્જા નકારાત્મક હોઈ શકે અથવા આપના ફ્લેટના ઈશાન ખૂણાની અંદર પણ કોઈ સમસ્યા હોવાની સંભાવના રહેલી છે. આપના નજીકના કોઈ વાસ્તુ સલાહકારની મદદ લઈ આપ જગ્યા ચેક કરાવશો.

પ્રશ્ર્ન 4: રાજેશભાઈ, નમસ્તે. હું વાસ્તુશાસ્ત્રમાં ઘણી શ્રદ્ધા ધરાવું છું તથા મારા ઘરની ગોઠવણી પણ મેં વાસ્તુશાસ્ત્ર મુજબ કરેલ અને તેનો સારો લાભ પણ મળેલ. પરંતુ મારા એવા ઘણા મિત્રો છે જેની જગ્યામાં વાસ્તુશાસ્ત્રના નિયમોથી વિરૂદ્ધ બાંધકામ થયેલ છે, પરંતુ તેને કોઈ એવી મોટી પીડા આવેલ નથી. ઘણા મિત્રો એવું પણ કહેતા હોય છે કે જાતમહેનત કરો તો બધું મળી જશે. મારો પ્રશ્ર્ન એ છે કે સર, જીવનમાં વાસ્તુશાસ્ત્રને મહત્ત્વ કેટલું આપવું તથા જે લોકો નથી માનતા તેને તેની અસર થાય કે નહિં?
જવાબ: ભાઈ, આપનો પ્રશ્ર્ન બહુ જ સરસ છે. વાસ્તુશાસ્ત્ર એ વાતાવરણમાં રહેલી ઊર્જાઓ જેવી કે સૂર્યપ્રકાશ, પૃથ્વીનું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, પંચતત્ત્વને ધ્યાન રાખીને વર્ષોના અવલોકન પછી વાસ્તુશાસ્ત્રની રચના કરવામાં આવેલ છે. આપણે તેને ઉદાહરણથી સરળતાથી સમજીએ. જો બહાર વરસાદ વરસતો હોય તો આપણે વરસાદ બંધ ન કરી શકીએ, પણ છત્રી અથવા રેઈનકોટથી આપણી જાતને વરસાદથી બચાવી શકીએ. તેવી જ રીતે ઉનાળામાં બહાર ખૂબ જ ગરમી હોય તો આપણે બહાર ગરમી ઓછી કરી શકતાં નથી પણ આપણને ગરમી ઓછી થાય તે માટે આપણે જે જગ્યા પર હોય ત્યાં પંખો અથવા એ.સી.નો ઉપયોગ કરીને ગરમી ઓછી કરવા પ્રયત્ન કરી શકીએ. કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય પ્રકૃત્તિની સાથે સંતુલન જાળવી સુખરૂપ જીવન જીવવા માટે ચોક્કસ પ્રકારની બાંધકામ શૈલીને અનુસરી શકે તે માટે આ શાસ્ત્રોની રચના કરવામાં આવી. બીજી વાત આપણે સૌ જાણીએ છીએ કે તમાકુનું સેવન અથવા સિગારેટ પીવાથી આપણા શરીરને નુકસાન થાય છે, તેવું મેડિકલ સાયન્સ પણ કહે છે અને કેન્સર જેવા ગંભીર રોગો થઈ શકે છે. પરંતુ જેમ દરેક સિગારેટ પીવાવાળાને કેન્સર થતું નથી તેમ કેટલી માત્રામાં તમાકુનું સેવન અથવા સિગારેટ પીવાથી કેન્સર થઈ શકે છે તે કહી શકાતું નથી તેનો મતલબ એ નથી કે તમાકુનું સેવન અથવા સિગારેટનું સેવન સતત ચાલુ રાખવું. કારણ કે દરેક વ્યક્તિની અલગ-અલગ તાસીર, અલગ-અલગ જીવનશૈલી અને અલગ-અલગ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ તેના સ્વાસ્થ્ય પર મોટોભાગ ભજવે છે. તેથી જ તમાકુના વ્યસનની અસર દરેક વ્યક્તિ પર અલગ-અલગ પડે છે. આવું જ કંઈક જગ્યાના પ્રભાવનું છે. જીવનમાં વાસ્તુશાસ્ત્રની સાથોસાથ વ્યક્તિનું ભાગ્ય પણ ચોક્કસ ભાગ ભજવે છે એટલે કે બળવાન ભાગ્યને નબળા વાસ્તુની અસર થોડી મોડી થાય તેમ કહી શકાય. પણ ચોક્કસપણે તેના જીવનમાં જે જગ્યામાં રહે છે તેની અસર તો આવે જ. બીજો એક મહત્ત્વનો મુદ્દો વ્યક્તિ ભાગ્યને બદલી શકતો નથી, પરંતુ તે તેના કામકાજ કરવાની જગ્યા, રહેવાની જગ્યા, સુવા-બેસવાની જગ્યામાં ફેરફાર કરી જીવનમાં ચોક્કસપણે ઘણા ફેરફારો લાવી શકે છે. મહેનતના સંદર્ભમાં કહીએ તો ખાલી મહેનતથી બધું મળતું હોય તો ઘોડા કરતાં ગધેડો ઘણી વધુ મહેનત કરે છે, પણ તે ઘોડા જેટલો લાભ મેળવી શકતો નથી. જીવનમાં નીતિમત્તા, ભાગ્ય, મહેનતની સાથોસાથ રહેવાની અને કામ કરવાની જગ્યા જો સકારાત્મક ઊર્જાવાળી હશે તો આપ જીવનમાં વિશેષ લાભ મેળવી શકશો. અહીં કહેવાનો આશય એ છે કે જીવનમાં આપનું ભાગ્ય, આપની મહેનત, નિષ્ઠા, વૃત્તિ તથા આપની રહેવાની અને કામ કરવાની જગ્યા દરેકનું આપની સફળતામાં યોગદાન છે તેમ તેમાંથી કોઈ એકને પણ તમે અવગણી ન શકો.

- Advertisement -

પ્રશ્ર્ન 5: મારૂં ઘર દક્ષિણમુખી છે તથા પાણીની અંડરગ્રાઉન્ડ વોટરટેન્ક ઘરના અગ્નિખૂણામાં છે, તો તેનો કોઈ ઉપાય બતાવશો.
જવાબ: વાસ્તુ પ્રમાણે અગ્નિખૂણામાં રહેલ અંદર ગ્રાઉન્ડ વોટરટેન્ક વાસ્તુદોષ આપે છે. અગ્નિખૂણામાં રહેલ અંડર ગ્રાઉન્ડ વોટરટેન્ક આર્થિક બાબતોને અસર કરે છે તથા પૈસાની બચત થવામાં ઘણા અવરોધો આપે છે. નાના-મોટા અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહે છે તેથી આપ તે ટાંકી મોરમ નાખી બંધ કરવી અને નવી અંડર ગ્રાઉન્ડ વોટરટેન્ક ઈશાન ખૂણામાં અને પૂર્વ દિશા વચ્ચે બનાવશો.

પ્રશ્ર્ન 6: નમસ્તે સર, મારા પુત્રના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. તે ઘરના અગ્નિખૂણામાં રહેલ બેડરૂમ વાપરી શકે?
જવાબ: વાસ્તુ મુજબ નવવિવાહિત દંપતિએ અગ્નિખૂણામાં રહેલ બેડરૂમ વાપરવો નહિં. અગ્નિખૂણામાં રહેલ બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ, તણાવ કે મતભેદ કરાવી શકે. સાથોસાથ પ્રેગનન્સી દરમિયાન પણ સ્ત્રીના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવી શકે. અગ્નિખૂણામાં રહેલ બેડરૂમનો ઉપયોગ ગેસ્ટરૂમ તરીકે કરવો વધારે યોગ્ય રહેશે.

પ્રશ્ર્ન 7: મારા ઘરમાં હાલમાં ફર્નિચર કામ ચાલી રહ્યું છે. મારે ઘરમાં ચિત્રો રાખતી વખતે શું કાળજી રાખવી? તે જણાવશો.
જવાબ: વાચક મિત્ર, જ્યારે આપ ઘરમાં ચિત્રો રાખવા માગતાં હોય તો યુદ્ધના ચિત્રો, રડતાં બાળક અને રડતી સ્ત્રીના ચિત્રો, હિંસક પશુઓના ચિત્રો, ઘરમાં ભય ઉદ્ભવે તેવા ચિત્રો, હિંસક પશુઓના મસ્તિષ્કના ચિત્રો, ખંડિત થયેલ મૂર્તિના ચિત્રો, અર્ધ અંગના ચિત્રો ન રાખવા.

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોરી પર સીનાજોરી
Next Article આલ્હા અને ઉદલના અદૃશ્ય અસ્તિત્વનું વણઉકેલાયેલું રહસ્ય!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?