સિધ્ધાંતો અને આદર્શ જીવનનાં પાઠનાં બદલે વિવાદીત કુલપતિ પાસેથી છાત્રો શું શિખશે ?
કુલપતિ ડૉ.ચોવટિયાની નિમણુંક મુદે ખુદ કૃષિ મંત્રીએ પણ જવાબ આપવા નનૈયો ભણી દીધો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ.વી.પી.ચોવટિયાની નિમણુંકને લઇ વિવાદ થયો છે.કુલપતિ ડૉ.વી.પી.ચોવટિયા સામે અનેક રજુઆતો થઇ છે અને ગંભીર આક્ષેપ મુકવામાં આવ્યાં છે. છતા પણ તેમણી નિમણુંક કરવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે. અહીં રાજકીય અખાડા અને કાવાદાવા ચાલતા હોય છાત્ર શું શિખીને જશે ?તેવા સવાલ ઉઠી રહ્યાં છે. એટલું જ નહી કુલપતિ ડૉ.ચોવટિયાની નિમણુંક મુદે ખુદ કૃષિ મંત્રીએ પણ નનૈયો ભણી દીધો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખેડૂતોનાં હિતમાં કામ કરી રહી છે. અહીં ખેડૂત ઉપયોગી સંશોધનનો થઇ રહ્યાં છે. ખેડૂતોને માર્ગદર્શન અને ખેતી વિષયક માર્ગદર્શન મળી રહે તેવા કાર્યો કરવામાં આવે છે. ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવાનું કામ થઇ રહ્યું છે. તેમજ દેશ વિદેશનાં છાત્રો અહીં આવી અભ્યાસ કરી રહ્યાં છે અને પોતાનું જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડી રહ્યાં છે. આ છાત્રો માટે અહીં અધિકારીઓ જ આદર્શ હોય છે. તેમની પાસેથી શિખતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કેટલાક અધિકારીઓ માર્ગ ભટકી ગયા હોય તેવું લાગી રહ્યાં છે. ખેડૂતનાં હીત કે છાત્રોનાં હીત કરતા પોતાનું વ્યક્તિગત હિત સાંધતા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા તો કૃષિ યુનિવર્સિટીમાં બે વર્ષ સુધી કોઇ કાયમી કુલપતિ ન હતાં. બાદ ડૉ.વી.પી.ચોવટિયાને ઇન્ચાર્જ કુલપતિ બનાવવામાં આવ્યાં હતાં.હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ તરીકે ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક કરી દેવામાં આવી છે. તેમની સામે અનેક રજુઆતો અને ઉચ્ચકક્ષાએ ફરિયાદો થઇ છે. છતા પણ સરકારે તેમને કુલપતિ બનાવ્યાં છે. ગઇકાલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલા રાજયનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલએ પણ આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. કૃષિ યુનિવર્સિટી વિદ્યાનું મહાધામ છે. વિદ્યાનું મંદિર છે. વિદ્યાનું છેલ્લુ સ્ટેજ પાર કરી વિદ્યાર્થીઓ સમાજમાં જતા હોય છે. યુનિવર્સિટીમાં શિક્ષણ મળેવી આદર્શ સમાજનાં નિમાર્ણની કલ્પના કરતા હોય છે.પરંતુ છેલ્લા કેટલા સમયથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં રાજકીય કાવાદાવા ચાલી રહ્યાં છે. પરિણામે આદર્શ જીવન અને સિધ્ધાંતોનાં પાઠનાં બદલે છાત્રો શું શિખી શકે ?.છાત્રો માટે યુનિવર્સિટીમાં અભ્યાસ એ ગોલ્ડ સમય હોય છે. પરંતુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિવાદથી ઘેરાયેલા લોકો બેઠા હોય તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકાય ?. અહીં અભ્યાસ માટે આવતા છાત્રોને જ્ઞાનને જગ્યાને વિવાદીત લોકો શું શિખવી શકે ?.તેવા અનેક સવાલ ઉભા થયા છે. સરકારમાં પણ અનેક રજુઆતો થઇ હોવા છતા કુલપતિની નિમણુંક સામે કોઇ કાર્યવાહી થઇ નથી.
અવાજ ઉઠાવનારને નોટિસ આપી ડરાવાવનો હીનપ્રયાસ
ડૉ. વી.પી. ચોવટિયાની નિમણુંક સામે અનેક રજુઆતો થઇ છે. ડૉ.વી.પી. ચોવટિયા સામે અવાજ ઉઠાવનારને હંમેશા નોટીસ આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. નોટીસ જેવા હથિયારનો લુલ્લો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સત્ય હંમેશા સત્ય જ હોય છે. નોટીસનાં માધ્યથી કોઇને ડરાવી શકાતું નથી. કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયા પોતાની લાયકાત સાબીત કરવાની જગ્યાએ નોટીસને હથિયાર બનાવી પોતાનો બચાવી કરી રહ્યાં છે. પરંતુ સત્યનો હંમેશા વિજય થતો હોય છે.