By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    21 hours ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    21 hours ago
    શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાએ કર્યો ખેલ! યુદ્ધ જહાજ અને ફાઈટર જેટનો કાફલો મિડલ ઈસ્ટમાં તહેનાત
    21 hours ago
    હોર્મુઝમાં નવું સંકટ પેદા થયું, ઈરાન ઈચ્છે તો પણ ન ખોલી શકે, જહાજો ડૂબવાનો ખતરો વધ્યો
    22 hours ago
    શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
    22 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનના પૈસા પાછા આપવા તૈયાર થયું અમેરિકા: પાકિસ્તાની PM શાહબાઝને મળ્યું ઈરાનનું ડેલિગેશન
    19 hours ago
    લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો
    21 hours ago
    મથુરા બોટ દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, શ્રદ્ધાળુઓ ભજન-કીર્તન કરી રહ્યા હતા
    21 hours ago
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    2 days ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    19 hours ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    2 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    3 days ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    4 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    3 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!
AuthorParakh Bhattધર્મ

મહાભારતના શાપિત આત્માનું કળિયુગ-ભ્રમણ!

Khaskhabar Editor
Last updated: 2021/12/25 at 2:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

મહાભારતના યુધ્ધ વખતે શ્રીકૃષ્ણને બરાબર ખ્યાલ હતો કે જ્યાં સુધી ગુરૂ દ્રોણ પરાજિત નહીં થાય ત્યાં સુધી પાંડવોની જીત અસંભવ છે.

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

દ્રોણાચાર્યને શસ્ત્રહીન કરવા અશક્ય હતાં, જેની પાછળ તેમનું દ્રઢ મનોબળ અને ઉત્કૃષ્ટ યુધ્ધકલા કારણભૂત હતી, પરંતુ તેમની એકમાત્ર નબળાઈ તેમનો પુત્ર અશ્ર્વત્થામા હતો. કૃષ્ણ જાણતાં હતાં કે અશ્ર્વત્થામાનાં મૃત્યુનાં સમાચાર જ ગુરૂ દ્રોણને આહત કરી શકશે. પણ આ સમાચાર ફેલાવે કોણ? દ્રોણાચાર્ય શ્રીકૃષ્ણની યુધ્ધનીતિ વાકેફ હતાં આથી નજરે જોયા વગર કોઈની વાત પર ભરોસો કરી લે તેવા કાચાપોચા પણ નહોતા! કૃષ્ણે એક આખરી ઉપાય તરીકે યુધિષ્ઠિરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ. સૌ કોઈ યુધિષ્ઠિરની પ્રામાણિકતા અને સત્ય-ઉચ્ચારણની પ્રતિજ્ઞાથી વાકેફ હતાં. ‘અશ્વત્થામા’ નામક હાથીની હત્યા કરાવ્યા બાદ યુધિષ્ઠિર પાસે તેની ઘોષણા કરાવવામાં આવી. બીજી બાજુ, દ્રોણાચાર્યને પણ યુધિષ્ઠિરની સત્યવાણી પર પૂરેપૂરો ભરોસો! તેમને લાગ્યું કે પોતાનો પુત્ર અશ્વત્થામા હણાયો છે. પુત્રનાં મૃત્યુથી તેઓ ઘણા દુ:ખી થઈ ગયા. એ જ વખતે પાંચાલ નરેશ દ્રુપદનાં પુત્ર દ્રુષ્ટદ્યુમ દ્વારા તેમનો અંત આણવામાં આવ્યો.

Contents
મહાભારતના યુધ્ધ વખતે શ્રીકૃષ્ણને બરાબર ખ્યાલ હતો કે જ્યાં સુધી ગુરૂ દ્રોણ પરાજિત નહીં થાય ત્યાં સુધી પાંડવોની જીત અસંભવ છે.મોડર્ન ધર્મ – પરખ ભટ્ટ

- Advertisement -

પિતાનાં વધની ખબર મળતાં જ અશ્ર્વત્થામા યુધિષ્ઠિરે ઉચ્ચારેલા અર્ધસત્યથી ખૂબ ગુસ્સો ભરાયો. તેનાં કપાળ પરનાં મણિને લીધે તે અજર-અમર હતો. પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને તેણે પાંડવપુત્રોની હત્યા કરી નાંખી. ફક્ત આટલેથી ન અટકતાં, તેણે અભિમન્યુની પત્ની ઉત્તરાનાં ગર્ભમાં ઉછરી રહેલ પુત્ર પરીક્ષિત પર બ્રહ્માસ્ત્ર છોડી તેને મારી નાંખવાનો પ્રયાસ કર્યો. અશ્વત્થામાનાં આ હિચકારી કૃત્યથી કૃષ્ણ અત્યંત રોષે ભરાયા અને તેમણે અશ્ર્વત્થામાનાં કપાળ પરથી મણિ ખેંચી કાઢી તેને શાપ આપ્યો કે યુગ-યુગાંતર સુધી તે બિમાર અવસ્થામાં ભટકતો રહેશે. તેના શરીરમાંથી પરૂ ઝરશે તથા અસહ્ય પીડાની સાથે દુર્ગંધ આવશે. દુનિયાની કોઈ તાકાત તેને આ નર્કસમાન પીડામાંથી મોક્ષ નહી અપાવી શકે. કળિયુગનાં અંત સુધી તેણે આ અવસ્થામાં પૃથ્વી પર ભ્રમણ કરતાં રહેવું પડશે. લોકો સાથે હળવા-મળવાની કે વાતો કરવાની સ્વતંત્રતા છીનવાઈ જશે અને તેનું સમગ્ર જીવન અંધકારમય બની જશે.

અશ્ર્વત્થામાને મળેલ આ શાપને લીધે તેનો દેહ હજુ પણ પૃથ્વી પર ભટક્યા કરતો હોવાની માન્યતા સેવાઇ રહી છે. મધ્યપ્રદેશનાં બુરહાનપુરથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા આસીરગઢ કિલ્લામાં સ્થિત શિવમંદિર આજે પણ અશ્વત્થામાની હાજરી પૂરાવે છે. માનવામાં આવે છે કે દરરોજ વહેલી સવારે અશ્વત્થામા અહીં ભગવાન શિવની આરાધના કરવા માટે પ્રગટ થાય છે. કિલ્લાની અંદર એક તળાવ પણ આવેલું છે, જ્યાં સ્નાન કર્યા બાદ તે મંદિરમાં પૂજા-અર્ચના કરે છે. આસીરગઢ કિલ્લો દરિયાની સપાટીથી 750 ફૂટ ઉપર આવેલા સાતપુડા પહાડોનાં શિખર પર નિર્માણ થયેલો છે. ઉનાળાની ઋતુમાં અહીં ધોમધખતો તાપ પડતો હોવા છતાં તળાવનું પાણી ક્યારેય સૂકાયેલું નથી જોવા મળ્યું! તળાવથી થોડે જ આગળ ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે, જેની ચારેબાજુ ઉંડી ખીણો પથરાયેલી છે. કિવદંતી અનુસાર, આ તમામ ખીણોમાંથી કોઈ એક ખીણમાં આવેલો ગુપ્ત રસ્તો ખાંડવ વન (ખંડવા જિલ્લા)માંથી પસાર થઈને સીધો મંદિરનાં પટાંગણ સુધી પહોંચે છે. આ રસ્તે થઈને અશ્વત્થામા મંદિરમાં પ્રવેશ કરે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, મંદિરની અંદર પશુ-પંખીઓનું પણ નામોનિશાન જોવા નથી મળતું! અહીંયા કોઈ પ્રકારની કૃત્રિમ લાઈટ કે ઈલેક્ટ્રીસિટી ગોઠવવામાં નથી આવી, છતાં દરરોજ અચૂકપણે કોઈ અજાણ શક્તિ શિવલિંગ પર તાજા પુષ્પ અને ગુલાલ ચઢાવી જાય છે!

બુરહાનપુરનો ઇતિહાસ 5000 વર્ષ પહેલાના મહાભારતકાળથી ચાલ્યો આવે છે. આ વિસ્તાર પહેલાનાં સમયમાં ખાંડવ વનનાં નામે ઓળખાતો. આસીરગઢ કિલ્લાનું નિર્માણ ત્યાંના રાજા આસા આહિરને હસ્તે કરવામાં આવ્યું હતું. ઈસવીસન 1380માં ફારૂખી વંશનાં બાદશાહોએ તેનું પુનરૂધ્ધાર કરાવ્યો હોવાની સાબિતી મળી આવી છે. દર વર્ષે હજારો લોકો દૂર-દૂરથી બુરહાનપુરનાં આ પ્રાચીન શિવ મંદિરનાં દર્શનાર્થે આવે છે. સૌથી વધુ ભીડ શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન જોવા મળતી હોય છે. પરંતુ અશ્ર્વત્થામાની દંતકથાને કારણે સંધ્યા સમય પછી અહીંયા માણસ તો દૂર, ચકલું પણ નથી ફરકતું!

- Advertisement -

હિંદુ વેદ-પુરાણોમાં કુલ આઠ અમર પાત્રોમાંનું એક પાત્ર એટલે અશ્વત્થામા. તેમના ઉપરાંત રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને ઋષિ માર્કંડેયને પણ અમર હોવાનું વરદાન પ્રાપ્ત છે. નીચેનાં શ્લોકમાં તેમનાં અમર હોવાની વાત કહેવાઈ છે :

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:
कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन: ॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित ॥ 

આસીરગઢના શિવ-મંદિર ઉપરાંતનાં અન્ય છ મંદિરોમાં અશ્વત્થામા દર્શન કરવા આવે છે. મધ્યપ્રદેશનાં જબલપુર ખાતેનાં જ અન્ય એક સ્થળ પર અશ્વત્થામાની હાજરીનો અનુભવ કરવામાં આવ્યો છે. શહેરના ગોરીઘાટ (નર્મદા નદી)નાં કિનારે અશ્વત્થામા પોતાનાં કપાળ પરથી વહી રહેલા લોહીને અટકાવવા યાત્રિકો પાસેથી હળદર અને તેલની માંગણી કરતો નજરે ચડે છે. ત્યાંના સ્થાનિક લોકો પાસે તેમની પુષ્કળ આપવીતી સાંભળવા મળે છે. કેટલાક કહે છે કે તેમનાં પરદાદાઓએ અશ્વત્થામાને સદેહે નિહાળ્યો છે! અન્ય ગામવાસીનું કહેવું એમ પણ છે કે તેઓ જ્યારે નદીકિનારે માછલી પકડવા ગયા ત્યારે કોઈક અદ્રશ્ય તાકતે પાછળથી આવીને તેમને પાણીમાં જોરથી ધક્કો માર્યો! સ્થાનિક લોકોનું માનવું છે કે જે વ્યક્તિ એક વાર અશ્વત્થામાને તેનાં મૂળ અવતારમાં જોઈ લે છે, તેનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે.
આ ઉપરાંત, કાનપુરનાં શિવરાજપુરમાં ગંગા નદીથી બે કિલોમીટર દૂર આવેલા શિવ-મંદિર વિશેની કથાઓ તો વધુ પ્રગાઢ છે. મંદિરનું નિર્માણ ખુદ દ્રોણાચાર્યનાં હસ્તે થયું હોવાની માન્યતા છે. અશ્વત્થામાનું જન્મ-સ્થળ મનાતું આ મંદિર, દરરોજ સાંજે આઠ વાગ્યાથી વહેલી સવાર ચાર વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે. અહીં શિવલિંગ પર ફક્ત ગંગાજળ ચઢાવવાની પ્રથા ચાલી આવે છે. પૂજારી દ્વારા રાખવામાં આવેલા સફેદ ફૂલોમાંથી એક ફૂલનો રંગ બદલીને લાલ થઈ જાય છે. મંદિર ખોલતાંની સાથે જ શિવલિંગ પર બિલ્લી પત્ર, ભાંગ-ધતૂરો, કેસર, ચોખા અર્પણ થયેલ જોવા મળે છે. દરરોજ રાત્રે બારથી એક વાગ્યાની વચ્ચે અશ્વત્થામા અહીં શિવલિંગની પૂજા કરવા માટે હાજર થાય છે, તેવી સ્થાનિક લોકોની માન્યતા છે!

પિતાનાં વધની ખબર મળતાં જ અશ્ર્વત્થામા યુધિષ્ઠિરે ઉચ્ચારેલા અર્ધસત્યથી ખૂબ ગુસ્સો ભરાયો, તેનાં કપાળ પરનાં મણિને લીધે તે અજર-અમર હતો. પોતાની શક્તિઓનો દુરૂપયોગ કરીને તેણે પાંડવપુત્રોની હત્યા કરી નાંખી, અશ્વત્થામાનાં આ હિચકારી કૃત્યથી કૃષ્ણ અત્યંત રોષે ભરાયા અને તેમણે અશ્ર્વત્થામાનાં કપાળ પરથી મણિ ખેંચી કાઢી તેને શાપ આપ્યો કે યુગ-યુગાંતર સુધી તે બિમાર અવસ્થામાં ભટકતો રહેશે. તેના શરીરમાંથી પરૂ ઝરશે તથા અસહ્ય પીડાની સાથે દુર્ગંધ આવશે.

You Might Also Like

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોના મહામારીની અસર: 50 કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાયા
Next Article ઝિણા અને ગાંધી અસાધારણ સામ્ય અને વિરોધાભાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે પક્ષ-પલટા અને ભારે ખેંચતાણ સાથે રાજકીય ગરમાવો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ધસારો કોંગ્રેસે નામ જાહેર કર્યા વગર જ ઉમેદવારી પત્રો ભર્યા
ખેલાડીઓનું પાવરફૂલ પ્રદર્શન: હાઈએસ્ટ સ્કોર અને પ્રથમ હેટ્રિકથી મેદાન ગૂંજી ઉઠ્યું
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આજથી ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો મંગલ પ્રારંભ
ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો
IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?