ઝેપ્ટોના સ્થાપક કૈવલ્યા વોહરાનું IIFL વેલ્થ લીસ્ટમાં નામ, માત્ર 19 વર્ષની ઉંમરમાં જ દેશનો સૌથી અમીર યુવા ભારતીય બની ગયો છે.

આ દુનિયામાં કેટલાક લોકો પોતાની મહેનત અને લગનને કારણે ખૂબ નાની ઉંમરમાં ઉંચાઈને આંબી લે છે. આવી જ એક ઉંમરની વ્યક્તિ છે ઝેપ્ટોના સ્થાપક કૈવલ્યા વોહરા. ક્વિક-કોમર્સ કંપની ઝેપ્ટોના કો-ફાઉન્ડર કૈવલ્ય વોહરા દેશની સૌથી અમીર ટીનેજર બની ગયો છે.

આ સિવાય અન્ય લોકોની પણ એન્ટ્રી
કૈવલ્યા વોહરાએ આ વર્ષે પહેલીવાર આઈઆઈએફએલ વેલ્થ હુરુન 2022 લિસ્ટમાં જગ્યા બનાવી છે. વોહરા ઉપરાંત ફિઝિક્સવાલાના કો-ફાઉન્ડર અલખ પાંડે સહિત અન્ય ઘણા સ્ટાર્ટ-અપ ફાઉન્ડર પણ પહેલીવાર આ લિસ્ટમાં સામેલ થયા છે.

19 વર્ષનો યુવા બન્યો ધનવાન
તમને જાણીને આશ્ચર્ય થશે કે વોહરા માત્ર 19 વર્ષની ઉંમરમાં જ દેશનો સૌથી અમીર યુવા ભારતીય બની ગયો છે. આ ઉપરાંત તે દેશનો પહેલો ટીનેજર છે જેની પાસે 1000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.IIFL વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022 અનુસાર કૈવલ્યા વોહરાએ 2020માં અદિત પાલીચા સાથે મળીને જેપ્ટોની સ્થાપના કરી હતી. છેલ્લા એક વર્ષમાં તેનું વેલ્યુએશન 50 ટકાથી વધુ ઉછળ્યું છે. કૈવલ્ય વોહરાને આનો સીધો લાભ મળ્યો છે. સાથે જ વોહરા ઉપરાંત 20 વર્ષની અદિતિ પાલીચાએ પણ આ લિસ્ટમાં જગ્યા બનાવી છે. રિપોર્ટમાં એ વાત તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે 10 વર્ષ પહેલા ‘રિચ લિસ્ટ’માં દેશના સૌથી નાની ઉંમરના અમીર 37 વર્ષના હતા.

ટોપ પર રહ્યા અદાણી
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ આઈઆઈએફએલ વેલ્થ હુરુન 2022માં ભારતના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણી આ લિસ્ટમાં બીજા નંબરે છે. યાદી અનુસાર ગૌતમ અદાણી 10.94 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ભારતના સૌથી અમીર વ્યક્તિ છે.