ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાની સુચનાથી તેમજ એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ લોકસભા તથા વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તી ઉપર અંકુશ લાવવા એસઓજી દ્વારા એક શખ્સને દેશી હાથ બનાવટની જામનગરી બંદુક સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
- Advertisement -
જૂનાગઢ એસઓજી પીઆઇ કે.પી.ચાવડા તથા પીએસઆઇ એસ.એ.સોલંકી અને પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે વંથલીના સાંલપુર ધાર પાસેથી દેશી હાથ બનાવટની જામનગરી બંદુક રૂા.2 હજારની કિંમત સાથે દિનમહમદ હુશેન મોરી રહે.સાંતલપુરધાર વંથલી વાળાને ઝડપી લઇને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.