ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
ગુજરાત રાજ્યના ટોપ 20 પ્રોહિ બુટલેગર ધિરેન કારીયાને થોડા દિવસો અગાઉ અમરેલી પોલીસે ઉજ્જૈનથી ઝડપી પાડ્યો હતો. જયારે જૂનાગઢ જિલ્લામાં પણ તેની સામે પ્રોહિબીશનના ગુના નોંધાયા છે. ત્યારે જૂનાગઢ એલસીબી પોલીસે ધીરેન કારીયાનો અમરેલી પોલીસ પાસેથી કબ્જો મેળવી અટકાયત કરી હતી.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં 2017 વર્ષમાં નોંધાયેલા ગુનામાં કોર્ટમાં રજૂ કરી તા.28ના બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવી પુછ પરછ હાથ ધરી છે. જયારે આ કેસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 3 ગુના અને બી-ડીવીઝન તથા બાંટવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનામાં ધિરેન કારીયાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.