કિશોરીઓનું એનેમિયાની થીમ આધારિત સેશનનું આયોજન કરાયું હતું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મનપા આઈસીડીએસ શાખા દ્વારા રોજબરોજ પ્રવૃતીઓ હાથ ધરી લોકોમાં પોષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃતતા લાવવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જેમાં 15 થી 18 વર્ષની કિશોરીઓનું પોષણ સિવાયની બાબતોમાં સશક્તિકરણ, કિશોરીઓમાં એનિમિયા, બાળ લગ્ન, કુપોષણમાં ઘટાડો, જીવન કૌશલ્યો, સોશિયલ મિડીયા, વ્યવસાયિક કુશળતા અને કિશોરીઓના કાયદાકીય જ્ઞાનમાં વધારો તેમજ સ્થાનિક ઉપલબ્ધ જાહેર સેવાનો લાભ અપાવવો તદુપરાંત કિશોરીઓને અસર કરતી તમામ બાબતો માટે દરેક સ્તરે હકારાત્મક વાતાવરણ ઉભું કરવા આંગણવાડી કેન્દ્રો ખાતે પુર્ણા-યોજના અંતર્ગત નોંધાયેલ કિશોરીઓનું એનેમિયાની થીમ આધારિત સેશનનું આયોજન કરવામાં આવેલ હતું.
- Advertisement -
આ તકે આંગણવાડી કાર્યકર , મુખ્ય સેવિકા બહેનો તેમજ પુર્ણા ક્ધસલટન્ટ દ્વારા કિશોરીઓને એનિમિયા તેમજ કુપોષણ નાબુદી અંગે વિસ્તૃત માહિતગાર કરવામાં આવેલ તેમજ કિશોરીઓને નજીકના અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિવિલ હોસ્પીટલ ખાતે રીફર કરી કિશોરીઓનું એચ.બી તેમજ હેલ્થ ચેકઅપ કરાવવામાં આવેલ તથા શાખાના પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન દવેના માર્ગદર્શન હેઠળ તેની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.



