જૂનાગઢ મનપાની આઈસીડીએસ. શાખા દ્વારા શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ તેમજ નારી સંમેલન કાર્યક્રમનું આયોજન મેયર ગીતાબેન પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વાલીઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, ડો.માતંગ પુરોહિત, ડો.જીતુભાઈ ખુમાણ, જય કિશનભાઇ દેવાણી, ડો.ચંદ્રેશ ભાંભી તથા 181 અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વનસ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક સહીતના લોકો ઉપસ્થિત રહી શિક્ષણ, મહિલા માટેના કાયદા, મહિલા માટેની યોજના વગેરે વિષય ઉપર વિસ્તૃતમાં માહિતી આપેલ આ કાર્યક્રમમાં બાળકો સાથે તેમના વાલીઓ અને દાદા દાદી સાથે ઉપસ્થિત રહેલ જેમાં બાળકો દ્વારા વેશભૂષા દ્વારા વિવિધ પાત્રો ભજવવામાં આવેલ, આંગણવાડીની બેહનો દ્વારા પૂર્વ પ્રાથમિક થીમ આધારિત વિવિધ વિષયો પર એકાંકી રજૂ કરવામાં આવેલ.
જૂનાગઢ મનપા દ્વારા શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

Follow US
Find US on Social Medias


