ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં પૂર્વ મંજૂરી વગર જાહેરાત પ્રદર્શિત કરનારાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં કિયોસ્ક પોલ ઉપર મંજૂરી વગર જાહેરાત બોર્ડ લગાડવા બદલ પારેવડી ડિઝાઈનર નામની પેઢી પાસેથી રૂ. 15,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારના આદેશ અને નાયબ કમિશનર જે.પી. વાજાની સૂચના મુજબ, આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) કે.જી. ટોલીયાના માર્ગદર્શન હેઠળ ટેક્સ સુપ્રીટેન્ડન્ટ મનોજ રૂૂપાપરાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દંડની વસૂલાત કરવાની સાથે સંબંધિત એજન્સી પાસેથી તમામ જાહેરાત બોર્ડ પોતાના ખર્ચે ઉતારી લેવા અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા અંગેની બાહેધરી પણ લેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરના હદ વિસ્તારમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર જાહેરાત બોર્ડ કે હોર્ડિંગ્સ લગાવવા જેવી પ્રવૃત્તિ કરવી નહીં, અન્યથા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.



