ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાની વિશેષ ઉપસ્થિતીમાં ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને સુરજ સીનેપ્લેક્ષ, જુનાગઢ ખાતે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનગર મહામંત્રી ભરતભાઈ શીંગાળા, મનન અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા તથા પ્રદેશ આગેવાનો તથા મતદાતા ચેતના અભિયાનના સંયોજક, સહ સંયોજક અને લીગલ ટીમ, શહેર ટીમ, મંડલ, મોરચા, પ્રમુખ મહામંત્રી અને અપેક્ષિત સંગઠનના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ગૌતમભાઈ ગેડીયા એ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.
જૂનાગઢ મહાનગર ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન વર્કશોપ યોજાયો
