ખરાખરીનાં જંગ વચ્ચે કોણ બાજી મારશે?
ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આપ જીતનો દાવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢની પાંચ બેઠક અને ગિર-સોમનાથની ચાર બેઠકનું સવારે 8 વાગ્યાથી શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયુ હતું.
પ્રારંભીક તબકકે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન મથકોમાં મતદારોની લાઇનો જોવા મળી હતી અને ઉત્સાહ ભેર મતદાન કરતા મતદારો જોવા મળ્યા હતા. જૂનાગઢની પાંચ બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. મતદારોનો મિજાજ કોના તરફે રહેશે. તે આગામી પરિણામો પર જોવા મળશે. બીજી તરફ ગિર-સોમનાથની ચાર બેઠક માટે કાટેકી ટક્કર જોવા મળી રહી છે. મતદારો કોના તરફે મતદાન કરશે તે કોઇ કળી નથી શકતુ. જૂનાગઢની પાંચ બેઠક પર 34 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે 1347 મતદાન મથક પર સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી તંત્ર દ્વારા 82 ટકા મતદાનના લક્ષ્યાંક સાથે વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો કર્યા હતા.
જયારે સોમનાથની ચાર બેઠકના 1077 મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બંન્ને જિલ્લાની 9 બેઠક પર કાટેકી ટક્કર જોવા મળી રહી છે જેમાં કેશોદ બેઠક પર ચોપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપને રામ રામ કરી અપક્ષ ઉમેદવારી કરતા અરવિંદ લાડાણી પાટીદાર સમાજમાંથી આવે છે. ત્યારે કેશોદ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. મતદારો કોના તરફે મતદાન કરશે તે કહેવુ મુશ્કેલ છે. આ ખરાખરીના જંગમાં કોણ બાજી મારશે તે તો આગામી તા.8 ડિસેમ્બરના રોજ પરિણામ આવ્યા બાદ ખબર પડશે. બપોરના 11 વાગ્યા સુધીમાં જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પર સરેરાશ 18.85 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ માંગરોળ બેઠક પર અને સૌથી ઓછુ જૂનાગઢ બેઠક પર થયુ છે. ત્યારે સાંજ સુધીમાં સરેરાશ 60 થી 65 ટકા મતદાન થવાનો એક અંદાજ છે.
- Advertisement -
જૂનાગઢના હરિફ ઉમેદવારો
બેઠક ભાજપ કોંગ્રેસ આપ
માણાવદર જવાહર ચાવડા અરવિંદ લાડાણી કરશન ભાદરકા
જૂનાગઢ સંજય કોરડીયા ભીખાભાઇ જોષી ચેતન ગજેરા
વિસાવદર હર્ષદ રીબડીયા કરશન વાડોદરીયા ભુપેન્દ્વ ભાયાણી
કેશોદ દેવાભાઇ માલમ હિરાભાઇ જોટવા રામજીભાઇ ચુડાસમા
માંગરોળ ભગવાનજી કરગઠીયા બાબુભાઇ વાજા પિયુષ પરમાર
ગિર-સોમનાથના હરિફ ઉમેદવારો
બેઠક ભાજપ કોંગ્રેસ આપ
સોમનાથ માનસિંહ પરમાર વિમલ ચુડાસમા જગમાલ વાળા
તાલાલા ભગાભાઇ બારડ માનસિંગ ડોડીયા દેવેન્દ્ર સોલંકી
કોડીનાર ડો.પ્રદ્યુમન વાજા મહેશ મકવાણા વાલજી મકવાણા
ઊના કાળુભાઇ રાઠોડ પુંજાભાઇ વંશ સેજલબેન ખૂંટ