લોહાણા મહાજન વાડી ખાતે શરદ ઉત્સવ અંતર્ગત નવરાત્રિ મહોત્સવની ઉજવણી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખવાનાં પ્રયાસ હેઠળ જૂનાગઢ લોહાણા મહાજન વાડી ખાતે શરદ ઉત્સવ અંતર્ગત પ્રાચિન નવરાત્રી મહોત્સવ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીરસેના અને જલારામ સર્કલનાં સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. જેમાં નાની બાળાઓ સહિત જ્ઞાતિની બહેનો એ ગરબા રમી આ નવરાત્રિ ઉત્સવનેને ઉજવ્યો હતો. ત્યારે નવરાત્રિ દરમિયાન આવતી બાળાઓને સોનાની ગીની અને તલવાર સહિતની લાણી આપવામાં આવી હતી. આપણી સંસ્કૃતિની રક્ષા અને ધર્મની રક્ષા માટે શસ્ત્ર મહત્વના હોય છે ત્યારે ખાસ દરેક નારી પોતાનાં આત્મરક્ષા માટે સક્ષમ થાય તેવા પ્રયત્નોને લઈ લોહાણા સમાજની દીકરીઓ દ્વારા તલવારરાસ પણ રજૂ કરાયો હતો અને આ દીકરીઓને તલવાર બાજી પણ શીખવાડવામાં આવી હતી.ત્યારે આ તકે જૂનાગઢ મીડિયા મિત્ર મંડળના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે જ્ઞાતિજનો માટે સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરાયુ હતું.આયોજક અશોક સિરોદરીયા,દીપક રાજા સહિત તમામ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.