8 બાળકી 3 બાળકોને જન્મ આપતાં માતા સાથે તંદુરસ્ત હોવાથી ખુશીની લહેર છવાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ઉના તાલુકાના છેવાડાના દરિયા કિનારે આવેલાં સીમર ગામનાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 24 કલાકમાં 11 સગર્ભા મહિલા પોતાની કુખે જન્મ લેનાર બાળક ની ડિલિવરી માટે દાખલ થયેલ સૈયદ રાજપરા, સેજલીયા,ખડા, દાંડી, દુધાળા,ધારા બંદર ગામની સગર્ભા મહિલા ની 24 કલાક માં 11 ડિલિવરી સામુહિક આરોગ્ય કેન્દ્રનાં ગાયનેક તબીબ ડો.અજય જુગી મેડિકલ ઓફિસર ડો વિશાલભાઈ ભોલા અને નર્સિંગ સ્ટાફ એ તદન નોર્મલ કરાવી હતી.
જેમાં 8 દીકરી 3 દીકરા એ માતાની કુખે જન્મ લીધો હતો તમામ બાળકો અને મહિલા સંપૂર્ણ પણે તંદુરસ્ત અને સુરક્ષીત હોય સરકારનાં નિયમો અનસાર તેમને 24કલાક બાદ હોસ્પિટલ નાં તબીબએ રજા આપતાં હસતાં મુખે પરીવારજનો ધરે જતાં તબીબ અને નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. સરકારી હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં આવતી ડિલિવરીનાં મોટાં ભાગનાં કેસોમાં નોર્મલ ડિલિવરી કરાવાઈ છે ત્યાં ક્યારે સિજરીયન ઓપરેશન દ્વારા ડીલેવરી કરાવાતી નથી આ રેકર્ડ આધારીત સત્ય છે.