જિલ્લા પંચાયત અને નવ તાલુકા પંચાયતમાં નવનિયુક્ત વરણી
ડે.મેયર ગિરીશભાઇ કોટેચાને વ્હીપની જવાબદારી સોંપાઇ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની મુદ્દતને અઢી વર્ષ પૂર્ણ થતાં આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલયે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવેલ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે જિલ્લાની 9 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થતાં જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ તથા ડે.મેયર ગિરીશભાઇ કોટેચા સહિત ભાજપ આગેવાનો દ્વારા ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાબતે ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા જૂનાગઢ મહાનગરના ડે.મેયર ગિરીશભાઇ કોટેચાને વિહિપ આપવાની જવાબદારી સોંપવામાં આવતા આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડે.મેયર ગિરીશભાઇ કોટેચા દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મેંદરડા બેઠક પરથી ચૂંટાયેલા હરેશભાઇ ઠુંમ્મરની જાહેરાત કરી હતી. તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે મુકેશભાઇ કણસાગરા કે જેઓ શાપુર બેઠક પરથી સદસ્ય તરીકે ચૂંટાયેલ છે. ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતમાં લેઉવા પટેલ અને કડવા પટેલના શીરે જવાબદારી સોંપાઇ હતી. તેમજ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે માળીયા હાટીનાના દિલીપભાઇ શિસોદીયાની કારોબારી ચેરમેન તરીકે વરણી કરાઇ હતી.
જૂનાગઢની નવ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં આજ રોજ જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મંજુલાબેન પ્રવિણભાઇ ઠુંમર, ઉપપ્રમુખ મધુબેન વેલજીભાઇ પાથર, ભેંસાણ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે હરસુખભાઇ ગોવિંદભાઇ કથીરીયા, ઉપપ્રમુખ રેખાબેન શીલુ, કેશોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ માલતીબેન ભનુભાઇ ઓડેદરા, ઉપપ્રમુખ જયતાભાઇ જીવાભાઇ સીસોદીયા, માળીયા તાલુકા પંચાયતમાં શ્રી નયનાબેન આશીષભાઇ લાડાણી, ઉપપ્રમુખ તરીકે રણજીતસિંહ મશરીભાઇ યાદવ, માણાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રમાબેન વ્રજલાલ ઝાલાવડીયા, ઉપપ્રમુખ તરીકે સુનીલભાઇ બાવનભાઇ ડાંગર, માંગરોળ તાલુકા પંચાયતમાં પ્રીતાબેન ભાવેશભાઇ ડાભી, ઉપપ્રમુખ રાણીબેન બાલુભાઇ કોડીયાતર જયારે વંથલી તાલુકા પંચાયતમાં પ્રમુખ હર્ષાબેન અતુલભાઇ કોટડીયા, ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાયમલભાઇ હુંબલ, વિસાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ રેખાબેન સોમાભાઇ સરસીયા, ઉપપ્રમુખ ભરતભાઇ કલાભાઇ કોટડીયા જયારે મેંદરડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે દયાબેન દિપકભાઇ મકવાણા, ઉપપ્રમુખ કૈલાશબેન ભરતભાઇ ખુમાણની પ્રદેશ કક્ષાએથી જે નામની યાદી આવેલ હતી. તે પ્રમાણે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વરણી થતાં નવનિયુક્ત બનેલા પદાધિકારીને ફુલહાર તેમજ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ ભાજપ આગેવાન દ્વારા આપવામાં આવી હતી.
- Advertisement -
નવ તાલુકા પંચાયતમાં 11 મહિલાઓનો સમાવેશ
ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓને પ0 ટકા ભાગીદારીની નેમ સાથે આગળ વધી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાની નવ તાલુકા પંચાયતમાં 11 મહિલાઓને પ્રમુખ-ઉપપ્રમુખ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે બંન્ને મહિલાની નિમણુંક કરાઇ છે. તેની સાથે મેંદરડા તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે મહિલાની વરણી કરવામાં આવી છે. આમ જિલ્લાભરમાં જ્ઞાતિના સમીકરણો મુજબ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઇ હોવાનું સામે આવ્યુ છે.