નેગોશિએબલ એકટ 138 કલમને સિવિલ કોર્ટ મુજબ કાર્યવાહીની માંગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પબ્લીક ફરિયાદ નિવારણ સેલના પ્રમુખ વી.ટી. સીડાએ વ્યાજખોર કાયદાનો દૂર ઉપયોગ કરનાર સામે પ્રધાન મંત્રીને પત્ર લખીને એવી માંગ કરવામાં આવી છે કે, નેગોશીયેબલ એકટ 138 કલમને સિવીલ કોર્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેની સાથે સરકાર લાયસન્સ વગરના લોકો સામે કાર્યવાહી કરવા માંગે છે. પરંતુ લાયસન્સ વાળા 20 થી 30 ટકા ઉંચુ વ્યાજ લે છે. તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
- Advertisement -
પ્રધાન મંત્રીને પત્ર લખીને જણાવ્યુ છે કે, ધી નોગેશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 સરકારી રાષ્ટ્રીયકૃત બેંકોના નાણાની સલામતી માટે આ કાયદાની જોગવાઇ કરવામાં આવેલી, પરંતુ આ કાયદાની કલમોનુ જુદ જુદા અર્થઘટન કરીને સમાજના રહેલા જુલ્મી પાપીયા વ્યાજખોરો અને ભુમાફીયાઓ આ કાયદાનો દૂર ઉપયોગ કરી નિદોર્ષ લોકોની જમીન, મકાન અને દુકાન પડાવી રોડ ઉપર લાવી દેવાની ધમકીઓ આપી હેરાન કરતા હોય છે. આવા લોકો પોતાના પૈસાના જોરે પોલીસમાં ગુનો દાખલ ન થાય તેવા સતત પ્રયાસો કરતા હોય છે. જેના કારણે દર વર્ષે હજારો નિદોર્ષ લોકો આપઘાત કરી જીવ ગુમાવે છે અને મિલકત વિહોંણા થાય છે. વગર લાયસન્સે ઉચા વ્યાજે નાણા ધીરનાર વ્યાજખોરો લોકોની મજબુરીનો લાભ લય કોરા ચેકમાં પહેલાથી જ સહિ કરાવી તારીખ અને રકમ લખ્યા વગરના ચેક લય લીએ છે.
તે ઉપરાંત તેટલાથી સંતોષ ન થાય તે વ્યાજખોરના ચકકરમાં એકવાર કોઇ ફસાઇ તો તે પીડીતને પુરે પુરો બરબાર કરી દેવાના ઇરાદાથી તેના જમીન, મકાન કે દુકાન પડાવી લેાવના હેતુથી રૂા.100ના કોરા સ્ટેમ્પ, ચેક પણ લખાણ કર્યા વગરના વ્યાજે નાણા લેનારની સહિ વાળા અગાઉથી જ મેળવી લે છે. બાદમાં ના છુટકે જુલમી વ્યાજખોરથી પિડીતે તેમને મજબુરીના કારણે દસ્તાવેજ કરી દેવા પડે છે અને એ તમામ મિલકત પિડીતની વ્યાજમાં જ જાય છે. એટલું જ નહી અને છેલ્લે તે વ્યાજખોર પાસે અગાઉના પિડીતના કોરા ચેકો તો જમા પડેલા હોય છે તે વ્યાજખોરો તેને પરત કરતા નથી. તેને કબ્જામાં રાખે છે. ત્યારબાદ તે ચેકનો દૂર ઉપયોગ કરી તેમાં મન ફાવે તેવી તગડી રકમ ભરી વ્યાજખોર પિડીતના બેંક ખાતામાં ચેક નાખે છે. ત્યારે પિડીત પાસે બેંક બેલેન્સ તો ઠીક ખાવાના પણ ફાફા હોય છે. તેવા કિસ્સામાં બેંકમાંથી ચેક રીટર્ન થાય છે ત્યારે વ્યાજખોરો નિર્દોષ પિડીતો ઉપર ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 અંતર્ગત નામ. કોર્ટમાં ફોજદારી ગુનો દાખલ કરે છે. જેના આઘાતમાં પિડીતો આપઘાત જેવુ પગલુ ભરીલીયે છે. આ કાયદાનો સદઉપયોગ તો માત્ર 10 ટકા થાય છે. જયારે 90 ટકા દૂર ઉપયોગ થઇ રહ્યો છે. કારણ કે, આ કાયદાનો દૂરઉપયોગ કરનારા જુલ્મી વ્યાજખોરોના સકંજામાં એકવાર કોઇ જરૂરીયાત મંદ વેપારીને એક લાખ રૂપિયાની જરૂરીયાત હોય તેવા સંજોગોમાં આવા વ્યાજ ખોરોના સકંજામાં આવી વ્યવહાર કરે છે.
20થી 30 ટકા ઊંચું વ્યાજ લેનાર સામે કાર્યવાહી કરવાની માંગ
- Advertisement -
જુલ્મી વ્યાજખોરો ગમે તેને ઉચા વ્યાજે પૈસા આપે છે ત્યારે માત્ર અને માત્ર આ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138ના આધારે જ આપે છે. આ કાયદા અંતર્ગત કોઇ પણ વ્યક્તિ ઉપર કેસ થાય તો તુરંત જ જે રકમનો દાવો કરેલ હોય તે રકમમાંથી 40 ટકા રકમ કોર્ટમાં જમા કરાવવાની હોય છે
ત્યારે જુલ્મી વ્યાજખોરો તેને સિત્તેર હજાર રૂપિયા રોકડા આપે છે અને ત્રીસ હજાર રૂપિયા વ્યાજ પેટે અગાઉથી જ કાપી લેતા હોય છે અને તે વેપારી કે અન્ય કોઇ આવો દુકાને બુક લયને ઉભો રહી જાય છે. જો કયારેક વેપાર ન થયો હોય તો હપ્તાનુ વેત ન થાય ત્યારે તો હજારે સો રૂપિયા પેનલ્ટી એક દિવસની વસુલે છે. તે રીતે કોઇ વેપારી કે અન્ય કોઇ વ્યક્તિ તે જુલ્મી વ્યાજખોરના પૈસા આપવામાં 100 દિવસ મર્યાદા કરતા વધારે સમય વીતી જાય તો તગડા વ્યાજનું વ્યાજ અને પેનલ્ટી સાથે સીતેર હજાર રૂપિયા એક લાખ પિડીત ચુકવે છે. તેવા અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.
જેથી આવા વ્યાજખોરો અને પ્રાઇવેટ નાણાધીરનારાઓ આ કાયદાનો દૂર ઉપયોગ ન કરે તે માટે ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબ નો વ્યાપ સમીતી કરી ફકત રાષ્ટ્રીયકૃત બેંકો પુરતો મર્યાદીત રાખવાની જરૂર છે. જેથી સામાન્ય નિર્દોષ લોકો બચી શકે અને આ કલમનો 90 ટકા ઉપયોગ વ્યાજખોરો જ કરે છે અને નામ. કોર્ટનો કિંમતી સમય બગાડે છે. જેથી કલમનો વ્યાપ સરકારી રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો સીવાય દૂર કરવા અને જો આ ન થઇ શકે તો જેટલી રકમનો ચેક હોય તેની ફરિયાદ દાખલ કરતી વખતે તેટલી રકમ સિવીલ કોર્ટની જેમ કોર્ટ ફી ભરવી પડે અને તે કેસ સાબીત ન થાય તો સામી ફરિયાદ કરી શકે તેવી જોગવાય કરવી જોઇએ.
આ કાયદો એટલો હદે કડક છે કે, જુલ્મી વ્યાજખોરો ગમે તેને ઉચા વ્યાજે પૈસા આપે છે ત્યારે માત્ર અને માત્ર આ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138ના આધારે જ આપે છે. આ કાયદા અંતર્ગત કોઇ પણ વ્યક્તિ ઉપર કેસ થાય તો તુરંત જ જે રકમનો દાવો કરેલ હોય તે રકમમાંથી 40 ટકા રકમ કોર્ટમાં જમા કરાવવાની હોય છે અને તે ગુનો તહોમતદાર તે રકમ જમા ન કરાવી શકે તો રેવન્યુ રાહે તેની મિલકતની જપ્ત કરવાની જોગવાઇઓ છે આનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે.
જેથી આ બાબતે તુરંત જ વિચારણા કરી આપની કેન્દ્ર સરકારનું કાયદા વિભાગ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 કાયદાનો દૂર ઉપયોગ થતો રોકવા માટે રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો પુરતો જ સીમીત થાય તો, જુલ્મી પાપીયા વ્યાજખોરો અને ઉછીના દેધા છે. તેવા હોઠા તળે 20 ટકા થી 25 ટકા વ્યાજ વસુલે છે. આવા કિમીયાઓ કરે છે. જુલ્મી વ્યાજખોરો ! આ કાયદાનો ગેરલાભ લેતા અટકશે અને અનેક નિદોર્ષ લોકોની કિંમતી મિલકતો વ્યાજખોરોના હાથમાં જતી બચી જશે અને આર્થીક ભીંસના કારણે આવા કેસોના ત્હોમતદારો માનસીક સમતુલા ગુમાવીને આપઘાત જેવુ પગલુ ભરે છે તેની જીંદગી બચી જશે અને નામ. કોર્ટોનો પણ સમય બચશે. જેના કારણે અન્ય જરૂરી કેસોમાં લોકોને વહેલો ન્યાય મળશે. જેથી આ કાયદા કેન્દ્ર સરકારનું કાયદા વિભાગ જુલ્મી વ્યાજખોરોથી પીડીતો પ્રત્યે માનવીય અભીગમ દાખવીને વ્હેલામાં વ્હેલી તકે આ કાયદો રાષ્ટ્રીયકૃત બેંકો અને સહકારી બેન્કો પુરતો જ સીમીત કરી અને તે કાયદાના સિવીલ નેચર કાયદા સમાન ગણવા અને આવા ગંભીર પ્રશ્ર્ને રાજયના સાંસદશ્રીઓ અને ધારાસભ્યો પણ પક્ષા-પક્ષી ભુલીને આ કાયદો રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો પુરતો સમિત રહે તેવી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે અને આ મુદ્દાને લોકસભામાં ઉઠાવવામાં આવે તેવી વ્યાજખોરોથી પિડીતોના હિતમાં અને વધુ લોકો આવા જુલ્મી વ્યાજખોરોના ભોગ ન બને માટે ેમાનવતાના ધોરણે વિનંતી સહ આ રજૂઆત કરાઈ છે.