ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પીઢ અગ્રણી અને શિક્ષણ કેળવણી કાર પ્રદીપભાઈ ખીમાણીએ દેવ ભૂમિ દ્વારકા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારકાધીશ મંદીરે પધાર્યા હોઈ અને વિવિધ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહર્ત કાર્યક્રમમાં હાજરી આપી હતી એ સમયે ભાજપ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી અને મનપા કોર્પોરેટર પલ્લવીબેન ઠાકરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી હતી અને પ્રધાનમંત્રીએ ક્ષણે આગેવાનો સાથે ચર્ચા કરીને જૂનાગઢના હાલ હવાલ પૂછ્યા હતા.