ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિ.બેકરી શાળામાં 15 અઠવાડિયાનો સર્ટીફીકેટ કોર્ષ પૂર્ણ થતા જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિની અધ્યક્ષતમાં 20 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
બેકારી શાળામાં ટુંકાગાળાની તાલીમ થકી રોજગાર વાંચ્છુયુવાનો સ્વનિર્ભરતા તરફ સરળતાથી આગળ વધી શકે છે. અને ભાઈઓ બેહનોમાં આત્મગૈારવનો વધારો થાય છે. અને પગપર ઊભા રહી શકે તેવો વ્યવસાય સરળતાથી મેળવી શકે છે. સાથે અન્ય લોકો માટે નવી રોજગારીનું સર્જન પણ કરી શકે છે.આ શાળામાં આજ સુધીમાં 433 જેટલા તાલીમાર્થીઓએ 15 અઠવાડીયાની તાલીમ હાંસલ કરી શ્રેષ્ઠ ઉદ્યોગકાર તરીકે વ્યવસાય શરૂ કરી સફળતા મેળવ્યાની વાત કરી હતી. તેમજ વોકેશનલ તાલીમ થી થતા લાભ અંગે જણાવ્યું હતુ. તથા બેકરી શાળા વર્ષ 1980 થી કાર્યરત થઈ ત્યાર થી અત્યાર સુધીમાં 7000 થી વધુ તાલીમાર્થીઓએ તાલીમ લીધી છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો બેકરી શાળાનો કોર્સ પૂર્ણ : સર્ટિ. અપાયા
