રૂપિયા 450ના ભાવે ગેસ બોટલ આપવાની માંગ
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ આપ પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ રેશ્મા પટેલ સહીત કાર્યકરોએ અઝાદચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું આપ કાર્યકરો દ્વારા હાથમાં પ્લેકાર્ડ સાથે સુત્રોચાર કરીને રાજ્ય સરકાર પાસે એવી માંગ કરી હતી કે જે રીતે રાજસ્થાનમાં સરકારે મહિલા માટે 450માં ગેસ સિલિન્ડર આપવાની શરૂઆત કરી છે એજ રીતે ગુજરાતને પણ સસ્તા સિલિન્ડર મળે તેની સાથે મધ્યપ્રદેશની ભાજપ સરકારે મહિલા માટે રૂ.3000ની સન્માન રાશી આપવાની વાતને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રદર્શન કરનાર રેશ્મા પટેલ, જિલ્લા પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા, શહેર પ્રમુખ તુષાર સોજીત્રા સહીત 10 લોકોની પોલીસે અટકાયત કરી હતી અને ત્યાર બાદ છુટકારો થયો હતો.



