અમદાવાદના ડોક્ટર સાથે વાત કરી નોર્મલ ડીલેવરી કરાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
- Advertisement -
જૂનાગઢ વંથલી તાલુકાના બોડકા ગામની એક પ્રસ્તુતાને ડીલેવરીનો દુ:ખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સનને ફોન આવતા તુરંત 108ના ઈએમટી હર્ષાબેન વાજા અને પાયલોટ કુલદીપસિંહ વાક બોડકા ગામે પોહચી પ્રસ્તુતા બહેનને 108 મારફત વંથલી હોસ્પિટલ લઇ જતા ત્યારે રસ્તામાં મહિલાને અસહ્ય દુ:ખાવો ઉપડતા એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરવી પડે તેમ હતી પરંતુ બાળક ઊંધું હતું ત્યારે 108ના ઈએમટી અને પાયલોટ દ્વારા અમદાવાદ હેડ ઓફીસના ડોક્ટર જે.ડી.પટેલ અને ડોકટર કૃષ્ણા મેડમ સાથે વાતચીત કરીને માર્ગદર્શન મેળવ્યુ હતુ.
108ના ઇએમસી હર્ષાબેન વાજાએ પોતાની સુજબુજથી મહિલાની ડીલેવરી 108 એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલેવરી કરાવી હતી અને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. આમ 108ની ટીમે બે અમૂલ્ય જીંદગી બચાવી હતી. ત્યાર બાદ માતા અને બાળકને હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે 108ની ટીમના હર્ષાબેન વાજા અને પાઇલોટ કુલદીપસિંહએ ક્રિટીકલ સ્થિતીમાં નોર્મલ ડિલેવરી કરાવતા 108ના જિલ્લા અધિકારી યુવરાજસિંહ જાડેજાએ બંનેને અભિનંદન આપ્યા હતા. જયારે માતા અને બાળકનો જીવ બચી જતા પરિવારે પણ 108નો આભાર વ્યક્ત કર્યો હતો.