ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ તાલુકાનું છેવાડાનું રૂપાવટી ગામમાં થતા કામોમાં ભ્રસ્ટાચાર મુદ્દે સરપંચે આક્ષેપ કર્યો હતો કે, અધિકારીઓએ ખોટાં બિલ અને સરપંચના કી પાસવર્ડનો સરપંચની જાણ બહાર ઊપયોગ કરેલ અને સરપંચની સહી પણ ખોટી કરી નાણાકીય ઉચાપત આદરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કરાયો છે. જેમાં આંગણવાડી તરફ બાળકોને જવા માટેના નાળા ફળિયા પુલ 7 થી 8 મહિના પહેલા જ બનાવ્યો હતો તેમાં નબળી કામગીરીને લઇ ચોમાસામાં પહેલા જ વરસાદમાં ગાબડાં પડી ગયા હોવાની ફરીયાદ પણ રૂપાવટી ગામના સરપંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કરવામાં આવી છે.
- Advertisement -
આંગણવાડી સામે જ બનાવવામા આવેલ સામૂહિક શોચાલયમાં પણ ભ્રષ્ટાચાર કરાયો છે અને હાલ તો બારી દરવાજા સહિતની તમામ વસ્તુઓ તુટી ગયેલ છે.જો કે મહત્વનુ છે કે છેલ્લા દોઢ બે વર્ષ થયા સરકારના તકેદારી આયોગ ગાંધીનગર વિકાસ કમિશનરને પણ ઉચ્ચકક્ષાએ અરજીઓ આપેલ છે પરંતું સ્થાનિક નેતાઓ ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પ્રયાસ થતો હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.બીજી તરફ સરપંચ છે એવું પણ જણાવ્યું કે મારા પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા અને ખોટી રીતે હુમલાઓ કરી મને સસ્પેન્ડ પણ કરાવવામાં આવ્યો હતો. પરંતુ મેં હાલ નો માનતા વિકાસ કમિશનરમાં લડત આપી હતી અને હાલ ફરીથી સરપંચનો હોદ્દો પણ સંભાળ્યો છે. આમ છતાં પણ સમાધાન માટે દબાણ પણ કરવામાં આવી રહ્યુ અને સરપંચ છે એવું પણ જણાવ્યું હતું કે હું ક્યારેય એક રૂપિયો લેતો નથી અને હું ક્યારેય સમાધાન કરતો નથી.સરપંચ છે એવું પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારો જીવ છે ત્યાં સુધી આ લડત ચાલુ રાખીશ અને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશ.
તંત્ર અને પદાધિકારી વિશે વાત કરતા રૂપાવટી ગામના સરપંચ જીગ્નેશ હિરપરાએ જણાવ્યું હતું કે, કોઈ સરપંચને મદદ પણ કરવામાં આવતી નથી જે લોકો ભ્રષ્ટાચાર કરે છે તેને જ બચાવવામાં આવે છે.એક તરફ એવું કહેવાય રહ્યું છે સબકા સાથ સબકા વિકાસ ત્યારે રૂપાવટી એ નાનું ગામ છે 554 જણાની વસ્તી ધરાવતા આ ગામ જૂનાગઢ તાલુકાના છેલ્લું ગામ છે અને નથી બેંક કે નથી સરકારી મંડળીઓ અને નથી દવાખાનાઓ તમામ વસ્તુઓ માટે બાજુના મજેવડી ગમે જવું પડે છે ગામના તમામ નાલા પુલિયાઓ અને રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. પાંચ પચ્ચીસ વરસાદ પડે ને ગામમાં બધું બ્લોક પણ થઈ જાય છે ધારાસભ્યને જિલ્લા પંચાયતના સદસ્યોને અને પ્રમુખોને અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ રૂપાવટી ગામનો પ્રશ્નોને ઉકેલ કયારેય આવેલ નથી. ચૂંટણી સમયે આવે છે. પરંતુ સમસ્યાના સમાધાનનો માટે કોઈ નિકાલ થતો નથી.