ખાસ-ખબર સંવાદદાતા
જેસીઆઈ જુનાગઢ વરસ 2024ની નવી ટીમની શપથવિધિ સમારોહનું ઉદ્ઘાટન જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, સિવિલ હોસ્પિટલના ડીન ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, જેસી ડોક્ટર પિયુષ બોરખતરિયા, જેસીઆઈ ઝોન-7ના 2024 ના ઝોન પ્રેસિડેન્ટ જેસી તુષાર સુવાગયાના હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જેસીઆઈ જુનાગઢના વર્ષ 2024 ના પ્રમુખ તરીકે જેસી ચિરાગ કડેચા તથા મંત્રી તરીકે જેસી અભિષેક શિશાંગીયા અને તેની સમગ્ર ટીમ તથા સાથે નવા જોડાયેલા મેમ્બર્સ અને જે જે વિંગના ચેરમેન જે જે દિપેશ સોની તેમજ જેસીઆઈ જુનાગઢ મહિલા સીટીના પ્રમુખ તરીકે જેસી ભાવિશા દેકીવાડીયા અને મંત્રી તરીકે હસમુખા મારવણીયા સાથે તેની સમગ્ર ટીમ તથા સાથે નવા જોડાયેલા મેમ્બરે શપથ લીધા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા જેસી અરવિંદભાઈ સોની, કિશોર ચોટલીયા, યતીન કારીયા, કેતન ચોલેરા, વિજય ચાવડા, ચેતન સાવલિયા, વિરલ કડેચાના માર્ગદર્શન હેઠળ નવનિયુક્ત પ્રમુખ જેસી ચિરાગ કડેચા તથા તેમની પૂરી ટીમ દ્વારા જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.
JCI જૂનાગઢ મહિલા સિટી અને ચેરમેનના વર્ષ 2024ના પ્રમુખનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો
