ખાસ-ખબર ન્યૂઝ આટકોટ
આટકોટ ગઈકાલે તારીખ 29/10/24 ના રોજ રાજકોટ (રેસકોર્સ રિંગ )રોડખાતે ભવ્ય રંગોળી કાર્નિવલ યોજાયો જેમાં 500 કરતા પણ વધુ કલાકારો દ્રારા રંગોળી બનાવવામાં આવી હતી , પણ જસદણ ના કાકા ભત્રીજાની જોડ કેવાતા જિજ્ઞેશભાઈ એમ.ધોળકીયા તથા દર્પણ કે.ધોળકીયા દ્રારા અલગ અલગ બે રંગોલી કરવામા આવી હતી, આ રંગોળી જોવા માટે રાજકોટવાસીઓ ના ટોળા ને ટોળા ઊમટી પડ્યા હતા, આ બન્ને રંગોળીએ તમામ દર્શકોને ઘેલું લગાડ્યું હતુ.આ રંગોળી સ્પર્ધા રાજકોટ મહાનગરપાલિકા તથા ચિત્રનગરી રાજકોટ દ્રારા આયોજન કરવામાં આવેલ હતુ.