By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રમુજની રમતમાં કાતિલ કટાક્ષની કારીગરી એ જ હતી જામનગરી ‘જામી’ની જામગરી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Tushar Dave > રમુજની રમતમાં કાતિલ કટાક્ષની કારીગરી એ જ હતી જામનગરી ‘જામી’ની જામગરી!
AuthorTALK OF THE TOWNTushar Daveરાજકોટ

રમુજની રમતમાં કાતિલ કટાક્ષની કારીગરી એ જ હતી જામનગરી ‘જામી’ની જામગરી!

Khaskhabar Editor
Last updated: 2022/01/13 at 1:43 PM
Khaskhabar Editor 6 years ago
Share
7 Min Read
SHARE

‘જામી’ ભલે ગયા છે, પણ ચાહકોના હદયમાં ‘જામી’ ગયા છે!

એમણે કાર્ટૂનમાં મોરારજી દેસાઈનું પેટ ફૂલાવી કરેલી ‘અચ્છે દિન’ ટાઈપની કોમેન્ટે લોકોને પેટ પકડીને હસાવેલા!

એક તસવીર હજાર શબ્દની ગજર સારતી હશે પણ એક કાર્ટૂન ક્યારેક લાખ શબ્દોથી પણ વધુ અસર પેદા કરી જતું હોય છે. એવા જ ‘લાખેણા’ કાર્ટૂનોથી ગુજરાતી પત્રકારત્વ જગતની લગલગાટ 45 વર્ષ સુધી સેવા કરનારા આવદ બિન હસન ‘જામી’ને શ્રદ્ધાંજલિ

Contents
‘જામી’ ભલે ગયા છે, પણ ચાહકોના હદયમાં ‘જામી’ ગયા છે!એમણે કાર્ટૂનમાં મોરારજી દેસાઈનું પેટ ફૂલાવી કરેલી ‘અચ્છે દિન’ ટાઈપની કોમેન્ટે લોકોને પેટ પકડીને હસાવેલા!‘કાર્ટુનિસ્ટને પત્રકાર કહેવાય કે નહીં? કાર્ટુનિસ્ટને પત્રકાર કેમ ન કહેવાય?’: એક ઈન્ટરવ્યૂમાં ‘જામી’એ ઉઠાવેલો વેધક સવાલ, જે હજૂ જવાબ માગે છેદેવ ગઢવીને યાદ કરીને કહેતાં, ‘હવે કોણ કાર્ટૂન બનાવે છે?’આરબ પરિવારનું ફરજંદ । રાજકોટ-જામનગરમાં આર્ટ ટીચર તરીકે ફરજ બજાવી

તુષાર દવે 

- Advertisement -

કહે છે કે એક તસવીર એક હજાર શબ્દોની ગરજ સારે છે, પણ એક સારું વેધક કાર્ટૂન એક લાખ શબ્દો કરતાં પણ વધારે અસર પેદા કરી જતું હોય છે. એનું સૌથી મોટું ઉદાહરણ છે ઈમરજન્સીના સમયમાં કાર્ટૂનિસ્ટ અબુ અબ્રાહમે બનાવેલું રાષ્ટ્રપતિ ફકરુદ્દિન અલી અહેમદનું કાર્ટૂન – જેમાં રાષ્ટ્રપતિને બાથટબમાં પડ્યાં પડ્યાં ઈમરજન્સીના પ્રસ્તાવ પર સહી કરતાં દર્શાવાયા છે. ઈમરજન્સી કેટલું જોખમી અને વણવિચાર્યું પગલું હતું એ પૂરવાર કરતાં લાખો લેખો એકતરફ અને એ એક કાર્ટૂન એકતરફ. ત્રીસેક વર્ષ પછી આજે પણ જ્યારે કોઈ ઈમરજન્સીને લગતું સાહિત્ય ફંફોસે ત્યારે આ કાર્ટુન નજર સામે આવ્યા વિના રહેતું નથી. ફકરુદ્દિને ઈમરજન્સીના પ્રસ્તાવ પર ખરેખર ક્યાં બેસીને સહી કરી હશે એ ખબર નહીં, પણ એમના એ કૃત્યની બેફિકરાઈ એટલી જ હતી જે એ કાર્ટુનમાં વેધક રીતે ઉડીને આંખે વળગે છે.

કાર્ટુન એટલે કે ઠઠ્ઠાચિત્રોમાં ગુજરાતમાં આવી જ મહારથ હાંસલ કરનારા કસબી એટલે જામનગરના આવદ બિન હસન ‘જામી’. ગયા મહિને આપણે જેમને ગુમાવી દીધા એવા ‘જામી’ની જામગરીમાંથી લગલગાટ 45 વર્ષ સુધી સાંપ્રત વિષયો પરની રમૂજ અને ચીરી નાંખતો વેધક કટાક્ષ વછૂટતો રહ્યો હતો. ‘જામી’ કહેતાં કે, ‘કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય.’ ખરી વાત છે એમની. રમુજ તો બાળવાર્તાઓ કે બાળ ચિત્રકથાઓમાં પણ હોય, પરંતુ એક કાર્ટુનિસ્ટના સર્જનમાં રમુજની સાથે કટાક્ષ પણ હોય છે અને કટાક્ષ એ રમુજ કે રમત નથી. કટાક્ષ તો રમુજ પેદા કરવાનું એક સાધન – એક ટુલ માત્ર છે. કટાક્ષ તો વેધક હોય. એ માત્ર હસાવી જ નહીં, પણ દઝાડી પણ જાણે. જનોઈવઢ ઘા કરે એ કટાક્ષ. કાર્ટુનના કટાક્ષમાં ભલભલા સામ્રાજ્યોના પાયા હચમચાવી દેવાની તાકાત રહેલી છે. ભારતીય સંસ્કૃતિનો સૌથી જૂનો અને જાણીતો કટાક્ષ કદાચ દૌપદીએ કરેલો. ‘આંધળાના છોકરા આંધળાં’ – એ એક કટાક્ષે આખું મહાભારત સર્જી નાંખ્યું. જેમાં કહે છે કે એક લાખ શ્લોક હતા. અને એટલે જ હું કહું છું કે જો એક તસવીર હજાર શબ્દોની ગરજ સારતી હોય તો એક વેધક કાર્ટુનમાં એક લાખ શબ્દો જેટલી અસર પેદા કરવાનું સામર્થ્ય રહેલું હોય છે.

કટોકટી ટાણે જેમ અબુ અબ્રાહમે રાષ્ટ્રપતિની ફિરકી લઈ નાંખેલી એ જ રીતે કટોકટી બાદ મોરારજી દેસાઈની સરકારને ‘જામી’એ પોતાની પિંછીનો ડામ આપ્યો હતો. મોરારજી સરકારે દસેક મહિનાના સમયગાળા બાદ પણ કોઈ કામગીરી ન કરી એટલે ‘જામી’એ મોરારજી દેસાઈનું એક કાર્ટૂન બનાવ્યું. જેમાં એમનું પેટ ‘ફૂલેલું’ હોય છે અને એ જોઈને એક નાગરિક કટ મારે છે કે, ‘હવે કોઈ સારા ડોક્ટરને બતાવો તો કંઈક પરિણામ આવે.’ જામીએ આ રીતે એમણે કાર્ટૂનમાં મોરારજી દેસાઈનું પેટ ફૂલાવી કરેલી ‘અચ્છે દિન’ ટાઈપની કોમેન્ટે લોકોને પેટ પકડીને હસાવેલા!

- Advertisement -

2 ડિસેમ્બર 1942ના રોજ ધ્રોલમાં જન્મેલા જામીએ કાર્ટૂન્સ બનાવવાની શરૂઆત લગભગ ઓગણિસેક વર્ષની ઉંમરે ‘રંગતરંગ’ મેગેઝિનથી કરી હતી. એ પછી તેઓ સતત પ્રગતિ કરતાં રહ્યાં. ‘રંગતરંગ’ ઉપરાંત ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોથી માંડીને ‘દિવ્ય ભાસ્કર’, ગુજરાત સરકારનું મેગેઝિન, ‘પાટીદાર સૌરભ’, ‘સંદેશ’, ‘જય હિન્દ’ અને ‘અભિયાન’ મેગેઝિન સહિતના પ્રકાશનોમાં કાર્ટૂન દોર્યાં. ‘અભિયાન’ મેગેઝિનની ‘તિકડમ’ કોલમના કાર્ટૂન્સે તેમને ખૂબ ખ્યાતિ અપાવી. 1993માં ‘અભિયાન’ મેગેઝિને તેમને હેલ્પફૂલ સિટિઝનનો એવોર્ડ આપ્યો હતો અને 1994-95માં લાલકૃષ્ણ અડવાણી અને મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ દ્વારા તેમને શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

કાર્ડિયાક સહિતની બિમારીઓ સામે લાંબો સમય ઝઝુમ્યા બાદ 11 જુલાઈ 2020ના રોજ તેમણે 77 વર્ષની ઉંમરે જામનગરની જી. જી. હોસ્પિટલના આઈ.સી.યુ.માં અંતિમ શ્વાસ લીધા હતાં. તેઓ પોતાના અંત સમય સુધી કોઈપણ સંજોગોમાં ‘શો મસ્ટ ગો ઓન’ના ન્યાયે પોતાની ડેડલાઈનને વફાદાર રહેતાં હતાં. વિવિધ પ્રકાશનોમાં જોવા મળતા એમના કોરોનાકાળના માસ્ક અને સેનિટાઈઝર્સ પરના કાર્ટૂન્સ જ એ વાતનો પૂરાવો છે. ગુજરાતના આ મહાન કાર્ટુનિસ્ટની વિદાય બાદ એમને સન્માનવામાં કદાચ આપણે થોડાં ઊણા ઉતર્યાં છીએ, પણ એમના ચાહકો માટે તો ‘જામી’ આમ ગયા છે, પણ એમના હદયમાં તો ‘જામી’ જ ગયા છે! જે કાયમ રહેશે.

‘કાર્ટુનિસ્ટને પત્રકાર કહેવાય કે નહીં? કાર્ટુનિસ્ટને પત્રકાર કેમ ન કહેવાય?’: એક ઈન્ટરવ્યૂમાં ‘જામી’એ ઉઠાવેલો વેધક સવાલ, જે હજૂ જવાબ માગે છે

કાર્ટૂનિસ્ટ અશોક અદેપાલના એક લેખમાંથી મળતી માહિતી મુજબ જામીએ એક ઈન્ટરવ્યૂમાં હૈયાવરાળ ઠાલવતાં કહેલું કે, ‘જે અચ્છો કલાકાર હોય અને જેનામાં પત્રકારત્વની નજર પણ હોય એ કાર્ટુનિસ્ટ બની શકે, પણ કમનસીબે કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતું નથી. મને પણ જે એવોર્ડ અપાયેલો એ હાસ્યની શ્રેણીમાં જ અપાયો હતો.’ જામીની વાત સાચી હતી. સાચી છે. કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી કે હસી નાંખવાની કળા નથી. એક કાર્ટૂનિસ્ટે પણ લેખક-પત્રકારની જેમ સતત કરંટ અફેર્સથી અપડેટ રહેવું પડે છે અને નવા નવા વિષયોનો અભ્યાસ કરવો પડે છે.

દેવ ગઢવીને યાદ કરીને કહેતાં, ‘હવે કોણ કાર્ટૂન બનાવે છે?’

ગુજરાતના કાર્ટૂનિસ્ટોમાં ‘જામી’ને દેવ ગઢવી ગમતાં હતાં. એમને યાદ કરીને તેઓ કહેતાં કે, ‘તેઓ તો સંગીત તરફ વળી ગયાં. ‘વે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં સુધીર દર તેમના પ્રિય હતાં.

આરબ પરિવારનું ફરજંદ । રાજકોટ-જામનગરમાં આર્ટ ટીચર તરીકે ફરજ બજાવી

આવદ બિન હસન જામી એટલે મોરબી સ્ટેટમાં ફરજ બજાવતા આરબ પરિવારના હસનબગિન અહમદ જામીનું પ્રથમ સંતાન. ડી.ટી.સી.નો અભ્યાસ કર્યા બાદ 1962માં ધ્રોલમાં ચિત્રશિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી 1968થી 2001 સુધી જામનગરના કેન્દ્રિય વિદ્યાલયમાં અને 2001થી 2003 સુધી રાજકોટના કેન્દ્રિય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે ફરજ બજાવી હતી.

ક્વોટ :
એક યુગનો અંત અને ભવિષ્ય અંધકારમય
જૂની પેઢીના અંતિમ કાર્ટૂનિસ્ટ ‘જામી’સાહેબની વિદાયથી ગુજરાતી કાર્ટૂનના એક યુગનો અંત આવ્યો છે અને હાલ ભવિષ્ય ખુબ અંધકારમય છે. હાલ ગુજરાતી મીડિયામાં આંગળીના વેઢે ગણાય એટલા જ કાર્ટૂનિસ્ટો સક્રિય હશે.
– અશોક અદેપાલ, કાર્ટૂનિસ્ટ

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રુહાની ઉમંગમાં ઘુંટેલા ઘોળેલા એ ઉત્સવો
Next Article રાજકોટની ‘ધમણ’નો નવો ઘટસ્ફોટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?