સિદ્ધાર્થ રાઠોડ
શરીરનાં મુખ્ય બે ભાગ પડે છે (મારી મુજબ): (1) એક નક્કર,જડ ભાગ જે આકાર આપવાનું કામ કરે છે અને બીજો નરમ,પ્રવાહી ભાગ જે શરીરને જીવંત રાખવાનું કામ કરે છે. શરીરને આકાર આપવાનું કામ હાડકા અને માંસ કરે છે જે આમ નક્કર ભાગ છે, બરોબર! પણ, શરીરની રચનામાં લોહીનો પણ ફાળો ભૂલવા જેવો નથી. લોહી એ શરીરનું મૂળ પ્રવાહી છે જે આખા શરીરમાં ઓક્સિજન પહોચાડવાનું કામ કરે છે. આ રીતે જેટલું મહત્વ શરીરમાં અસ્થિ અને માંસનું છે તેટલું જ મહત્વ શરીરમાં લોહીનું છે. લોહી એ શું છે? એ શરીરનો પ્રવાહી ભાગ છે જે સતત ગતિશીલ હોય છે અને પ્રાણ(વાયુ)નું વાહન છે. આજ રીતે ભૌતિકશાસ્ત્ર મુજબ દુનિયા મૂળ બે બાબતોની બનેલી છે: ઉર્જા અને પદાર્થ- બંને મૂળ તો એક જ છે. ઉર્જા એ વ્યક્ત થયેલો પદાર્થ છે જયારે પદાર્થ એ છૂપાયેલી ઉર્જા છે. ઉર્જા એ સૃષ્ટિને ‘ગીઅર’માં પડવાનું કામ કરે છે અને એ મળે છે પદાર્થમાંથી. આમ, આ સમસ્ત સૃષ્ટિનું ચાલકબળ ઉર્જા કહી શકાય.
આપણા શાસ્ત્રો મુજબ સૃષ્ટિના મૂળ બે તત્વો છે ક જેના થાકી સૃષ્ટિ રચાઈ છે: (1)પ્રકૃતિ અને (2)પુરુષ. પ્રકૃતિ એ સૃષ્ટિનું ચેતનવંતુ તત્વ છે કે જેના થકી આ સૃષ્ટિની રચના થઇ છે અને પુરુષ એ સૃષ્ટિનું જડ, ન બદલાતું તત્વ છે કે જે આ સૃષ્ટિને ટકાવે છે, નભાવે છે. બંનેના યોગ્ય સંયોગથી સૃષ્ટિ જન્મે છે, વિકસે છે. અંતે તો બંને પરમાત્માની જ અલગ-અલગ અભિવ્યક્તિ છે.
પ્રકૃતિથી સૃષ્ટિની શરૂઆત થાય છે અને ત્યાર પછી તેનો ‘ચાર્જ’ પુરુષ લઇ લે છે અને સૃષ્ટિનો વિકાસ કરે છે. આમ ભલે અપને સ્ત્રી અને પુરુષ એવા જાતિ પ્રમાણે ભેદભાવ રાખ્યા હોય પણ સત્ય એ છે કે દરેક પુરુષમાં થોડા ગુણ સ્ત્રીના હોય છે અને દરેક સ્ત્રીમાં થોડા ગુણ પુરુષના હોય છે. બાપ ઘણીવાર માંની ગેરહાજરીમાં બાળકને સાચવે અને માં ઘણીવાર બાપની ગેરહાજરીમાં બહાર કમાવા જાય અને ઘરનો આર્થીક વહીવટ સંભાળે એવું જ કૈક. આ બંને ગુણનો સમન્વય થાય તો એક સંપૂર્ણ માણસ બને. એક જગ્યાએ વાંચેલું હતું કે આવા વ્યક્તિત્વને ‘એન્ડ્રોજીનસ’ કહેવાય છે(સૌજન્ય: ગુણવંત શાહ) અને તેનું સર્વોત્તમ ઉદાહરણ એટલે કૃષ્ણ. તો, આ ગુણોને વિકસાવવા માટે બંને પ્રકારનાં ગુણોનું સેલિબ્રેશન અનિવાર્ય છે એટલે જ આપણે આ પુરુષોની બહુમતી ધરાવતી દુનિયામાં ‘સ્ત્રીત્વ’ને ઉજવવા માટે નવ દિવસો રાખ્યા છે કે જે આપણી સંસ્કૃતિનો સૌથી મોટો ઉત્સવ છે. આપણા માતાજી પણ કેવા કેવા અલગ અલગ રૂપો ધરાવે છે: સુંદર રામની જેવા પાર્વતી, જાજરમાન વિરાંગના જેવા દુર્ગા અને વિકરાળ, ભયંકર એવા મહાકાળી! આ એક આખું સ્ત્રીના વ્યક્તિત્વનું વૈવિધ્ય દર્શાવતું મેઘધનુષ્ય છે. જે નારી સાવ વલ્નરેબલ, નાજુક, નમણી લગતી હોય એ વખત આવે ત્યારે લડાયક, મક્કમ બની શકે અને અતિ ક્રોધ આવે ત્યારે ભીષણ પણ બની શકે. પાપીઓનું લોહી ખપ્પરમાં રાખીને પીવે તેવી! આવા ઉદાહરણ બીજી બધી સંસ્કૃતિમાં પણ બહુ વિરલ છે. ત્યાં આવી સ્ત્રી ખલનાયિકાના સ્વરૂપમાં હોય જયારે આપણે ત્યાં તો આપણા દેવી છે. સ્ત્રી ના હોત તો આ દુનિયામાં પ્રેમ, મમતા, કરુણા જેવા તત્વો ના હોત એટલે સ્ત્રી એ દુનિયાનો આધાર છે. જો પુરુષ આ દુનિયાને ટકાવી રાખતું અસ્થીતંત્ર હોય તો સ્ત્રી આં દુનીયારુપી શરીરને જીવંત રાખતું રુધિર છે માટે સ્ત્રીને સન્માન આપવું ઘટે. રજનીશે એકવાર કહેલું કે સ્ત્રીને સર્વોચ્ચ આદરવાળી દ્રષ્ટિથી જુઓ તો તમે તેને માતાનો જ દરજ્જો આપી શકો. ‘માતા’ ગણવી એ સ્ત્રી પ્રત્યેના આદરભાવનું સેચ્યુરેશન છે એટલે જ આપણે શક્તિને માતાના અલગ લગ સ્વરૂપ તરીકે પૂજીએ છીએ. આથી તમને બધાને મારા અને મારા તરફથી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!
- Advertisement -
પૂર્ણાહુતિ:
યક્ષ: ભૂમિથી પણ ભારે કઈ વસ્તુ હોય છે?
યુધિષ્ઠિર: સંતાનને પોતાના ગર્ભમાં ધારણ કરનાર માતા ભૂમિથી પણ ભારે હોય છે