શું કહી ગયા છે? પરંપરાગત અર્થમાં ધ્યાન વિશે જે માન્યતાઓ પ્રચલિત છે એ તમામનું જે.કૃષ્ણમૂર્તિ ખંડન કરે છે. કોઈ ઋષિ મુનિઓના, કોઈ સંતોના, મહાત્માઓના અનુભવોમાંથી એક વ્યવસ્થિત રીતે પૂર્વ નિયોજિત પ્રક્રિયા ઘડી કાઢવામાં આવી છે એ જે.કૃષ્ણમૂર્તિને સ્વીકાર્ય નથી. જે.કૃષ્ણમૂર્તિ સમજવા માટે એટલે અઘરા લાગે છે કારણ કે એ સંપૂર્ણ પણે તાર્કિક છે.
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
તર્ક સિવાય એમને બીજું કશું જ ખપતું નથી. તેઓ કહે છે કે ધ્યાનમાં બેસવા માટે વિચારોને અતિક્રમીને પેલે પાર જવાની વાત શીખવવામાં આવી છે. પરંતુ ધ્યાનમાં પ્રવેશવું છે એ પોતે જ એક વિચાર છે. તમે વિચાર પર સવાર થઈને વિચારને પેલે પાર કેવી રીતે જઈ શકો? સરળ ભાષામાં કૃષ્ણમૂર્તિ એવું પૂછે છે કે ધ્યાનમાં બેસવું છે એ વિચાર સાથે તમે વિચાર શૂન્ય કેવી રીતે બની શકો? કારણ કે એક વિચાર તો રહે જ છે. શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું, ઈશ્વરની ઇમેજ કલ્પનામાં રાખવી, કોઈ મંત્રનો સહારો લેવો, આ બધા પણ વિચારો છે. તો આ બધા વિચારોનો સહારો લઇ અને તમે વિચારમાંથી કેવી રીતે છૂટી શકશો?
- Advertisement -
જે.કૃષ્ણમૂર્તિ કહે છે કે ધ્યાનમાં પ્રવેશવા માટે તમારે વિચારશૂન્ય થવાની કોઈ જરૂર નથી, માત્ર જાગૃતી રાખવાની જરૂર છે. મનમાં જે વિચારો આવતા હોય એ બધાને આવવા દો. તમે સજાગ રહીને જોતા રહો કે તમારું મન કયા વિચારોમાં ખેંચાય છે. તમને કોઈ સ્વાદિષ્ટ ભોજન આરોગવાની ઈચ્છા થાય છે, તમે જુઓ કે તમારી ઇન્દ્રિયો શા માટે એ ભોજન તરફ લલચાય છે. તમને કોઈ વાસનામય વિચારો આવે છે, આવવા દો. તમે શાંતિથી જુઓ કે તમારું મન શા માટે એ વિચારો કરે છે. તમે ક્રોધ કરો છો, તમારા મનમાં લોભ વ્યાપે છે, કોઈના પ્રત્યે તમને ઇર્ષ્યા જાગે છે. આ બધા વિચારો તમે સભાન રહીને જોયા કરો. આ જાગૃતિ, આ સભાનતા એ જ તમારું મેડિટેશન બની જાય છે. ધીમે ધીમે તમારું મન આ બધા વિચારોથી અલગ રહીને એક ત્રીજી વ્યક્તિ તરીકે બધું જોયા કરશે. ત્યારે તમે કહી શકશો કે તમે કોઈ ચોક્કસ સ્થાન પર, કોઈ ખાસ આસન પર બેઠા વિના મેડિટેશન કરી રહ્યા છો.
આ અર્થમાં જે.કૃષ્ણમૂર્તિ કહે છે. ‘Meditation is an unpre-meditated art.’